નેશનલ

ઓડિશામાં CM સાથે સાથે CM houseની પણ શોધ! નવીન પટનાયક ઘરેથી જ કામ કરતા

ભુવનેશ્વર: ઓડિશા વિધાનસભા ચૂંટણી(Odisha assembly election)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ને ઐતિહાસિક જીત મળી છે, ભાજપ હાઈકમાન્ડ મુખ્યનું નામ ફાઈનલ કરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ નવા મુખ્યપ્રધાન માટે ઘર (CM house)ની શોધ ચાલી રહી છે. હાલમાં ઓડિશામાં કોઈ સત્તાવાર મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન નથી, કેમ કે પૂર્વ મુખ્યપ્રધાન નવીન પટનાયક(Naveen Patnaik) છેલ્લા 24 વર્ષથી તેમના પોતાના ઘરમાં જ રહેતા હતા.

નવીન પટનાયકના ઘરનું નામ ‘નવીન નિવાસ’ છે, રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નવીન પટનાયકે સત્તા ગુમાવી છે અને રજ્યના સાશનની કમાન ભાજપને મળી છે છે. આવી સ્થિતિમાં નવા મુખ્ય પ્રાધાન સાથે સાથે મુખ્યપ્રધાન નિવાસની શોધ ચાલુ છે.

Read more: NEET કેસમાં SCએ NTA પાસે માગ્યો જવાબ, તો શું રદ્દ થશે પરીક્ષા?

અહેવાલો મુજબ ભારતીય જનતા પાર્ટી બુધવારે ઓડિશાના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરી શકે છે. જો કે નવા સીએમને મુખ્ય પ્રધાન આવાસમાં શિફ્ટ થતા થોડો સમય લાગી શકે છે. મુખ્ય પ્રધાન આવાસ ફાઇનલ થયા બાદ તેનું રીનોવેશન કરવામાં આવશે. આમાં થોડો સમય લાગી શકે છે. ઓડિશાનો સામાન્ય વહીવટ વિભાગ નવા સીએમ આવાસની શોધમાં છે.

રાજ્યના વહીવટી વિભાગે ‘CM ગ્રીવન્સ રૂમ’ સહિત કેટલાક ખાલી ક્વાર્ટર્સને શોર્ટલિસ્ટ કર્યા છે. ક્વાર્ટર ફાઈનલ બાદ તરત જ રિનોવેશનનું કામ શરૂ થશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં, કોંગ્રેસના કેટલાક સીએમ જેબી પટનાયક અને ગિરધર ગામંગ રાજભવન અને એજી સ્ક્વેરની વચ્ચે સ્થિત સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. આ ઘરને પછીથી નવીન પટનાયક દ્વારા દ્વારા CM ગ્રીવન્સ રૂમમાં ફેરવવામાં હતું. હાલમાં, જ્યાં સુધી યોગ્ય ઘર ન મળે ત્યાં સુધી મુખ્ય પ્રધાનના અસ્થાયી નિવાસ માટે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં એક સ્યુટ તૈયાર કરવાની સરકારની યોજના છે.

નવીન પટનાયક અત્યંત સાદગીથી જીવવામાં માનતા હતા. તેથી, તેમણે સરકારી વાસસ્થાન લેવાની મનાઈ કરી અને તેમના ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું. આ સિલસિલો છેલ્લા 24 વર્ષથી ચાલુ હતો. કોઈને કઇ કામ હોય તો તે સીધો નવીન પટનાયકના ઘરે આવી શકતા.

Read more: PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો

147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં ભાજપે 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. જો કે, પાર્ટીએ હજુ સુધી મુખ્ય પ્રધાન પસંદગી કરી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?