સાસરિયા વાળાએ જમાઈને વીજળીના થાંભલા સાથે બાંધી દીધો! કારણ જાણી તમે પણ ચોંકી જશો | મુંબઈ સમાચાર
નેશનલ

સાસરિયા વાળાએ જમાઈને વીજળીના થાંભલા સાથે બાંધી દીધો! કારણ જાણી તમે પણ ચોંકી જશો

ઓડિશાઃ સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. મૂળ વાત એવી છે કે, જલંત નામનો વ્યક્તિ તેની પત્ની સાથે વાત નહોતો કરતો.જેની જાણ તેના સાસરિયાવાળાને થઈ ગઈ હતી. આ મામલે અનેક વખત સાસરિયાવાળાએ તેને સમજાવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ભાગી જતો હતો. જેથી તેને સમજાવવા માટે થાંભલા સાથે બાંધી દેવામં આવ્યો હતો.આ દરમિયાન અનેક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.

યુવકને તેના સાસરિયા વાળાએ વીજળીના થાંભલા સાથે બાંધી દીધો

જ્યારે આ મામલે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસે સત્વરે આવીને પતિને છોડાવ્યો હતો.આ ઘટના ઓડિશાના અડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરડમા ગામની છે.યુવકને તેના સાસરિયા વાળાએ વીજળીના થાંભલા સાથે બાંધી દીધો હતો. કારણે કે, તે પરિવાર સાથે કોઈ ચર્ચામાં ભાગ લેતો નહોતો. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો અને બન્ને પરિવારના લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે.

આ પણ વાંચો: સાવિત્રી બની યમદૂતઃ પતિના ટૂકડા કરનારી મુસ્કાનના માતા-પિતા દીકરીને ફાંસીએ લટકાવવા માગે છે

લગ્નના થોડા જ સમય પછી ઘરેલુ ઝઘડાઓ વધવા લાગ્યા!

ગરદમા ગામની સુભદ્રા માલબીસોઈ નામની મહિલાએ ત્રણ વર્ષ પહેલાં બ્રહ્મણીગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બુદિશીલ ગામના જલંત બલિયાર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ સમય પછી પતિ-પત્ની વચ્ચે ઘરેલુ ઝઘડાઓ વધવા લાગ્યા હતા. ઝઘડાઓ વધી ગયા હોવાથી સુભદ્રા રિસાઈની પિયરમાં આવી હતી હતી. એટલું જ નહીં પરંતુ આ મસગ્ર મામલે અત્યારે કોર્ટ કાર્યવાહી પણ ચાલી રહી છે. આ સમગ્ર મામલે કેસ અત્યારે ત્યાની કોર્ટમાં પેન્ડિંગ છે.

શા માટે પતિ અને પત્નીની વચ્ચે ઝઘડાઓ વધી રહ્યાં છે?

જલંત જ્યારે ગરડમા ગામમાં રાશન લેવા માટે જાય છે, ત્યારે તેના સાસરિયાવાળા તેને જોઈ જાય છે અને વાતચીત કરવા માટે બોલાવે છે.જ્યારે વાત ખર્ચની આવે છે ત્યારે મામલે વધારે ઉગ્ર બની જાય છે. પરિવારનો આક્ષેપ છે કે, જલંત તેની પત્નીનું કોઈ પણ પ્રકારે ધ્યાન રાખતો નથી. ના તો આર્થિક જરૂરિયાતો બાબતે પૂછે છે કે ના તો ખાવાનું પૂછે છે. આ સમગ્ર મામલે છાશવારે ઝઘડાઓ પણ થતા હતા. એટલું જ નહીં પરંતુ જ્યા સુધી આ મામલે વાતચીત પૂર્ણ ના થાય ત્યાં સુધી જલંતને વીજળીના થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે પોલીસને જાણ થતી ત્યારે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button