નેશનલ

ઓડિશામાં રોંગ સાઈટમાં આવતા ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લીધા, પાંચ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો…

ગંજામ, ઓડિશાઃ ઓડિશામાં એક ભયંકર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ગંજામ જિલ્લાના બરહમપુર શહેરમાં આ માર્ગ અકસ્માત થયો છે. વધારે વિગતે વાત કરવામાં આવો તો, આ અકસ્માત હલ્દીયાપાદર ચોક પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો, જ્યાં ખોટી બાજુથી આવી રહેલા એક ઝડપી ટ્રકે ત્રણ મોટરસાયકલોને ટક્કર મારી હતી. આ ભયંકર અકસ્માતમાં પાંચ લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. માર્ગ અકસ્માત એટલો ભયનક હતો કે, આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં.

આ અકસ્માતના કારણે હાઈવે જાણ થઈ ગયો હતો. પાંચ લોકોના મોત થયાના સમાચાર વહેતા થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી અને તપાસ શરૂ કરી દીધી હતી. આ અકસ્માતના કારણે માત્ર હલ્દીયાપાદર ચોક પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ ટ્રાફિકજામ થઈ ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે ટ્રેક રોંગ સાઈટમાંથી આવી રહી હતી. અને રોંગ સાઈટમાંથી આવતા ટ્રકે ત્રણ બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રક અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતના કારણે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો છે.

મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત

પોલીસે કાર્યવાહી કરતા ટ્રકચાલકની ધરપકડ કરી લીધી હતી. ડ્રાઈવર સાથે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. મૃતકોની વાત કરવામાં આવે તો, સૂર્ય નારાયણ પંડા, સિબારામ જેના, જગન નાહક, રાકેશ નાહક રૂપે થઈ છે. આ અકસ્માત અંગે મુખ્ય પ્રધાન મોહન માઝીએ પણ શોક વ્યક્ત કર્યો છે. આ સાથે મુખ્ય પ્રધાન દ્વારા રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઘાયલોને સારામાં સારી સારવાર આપવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button