માનવતા નેવે મુકાઈ! માત્ર 2000 રૂપિયા માટે ગામલોકોએ મહિલાને આવી રીતે અપમાનિત કરી?

અંગુલ, ઓડિશાઃ ઓડિશામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઓડિશાના અંગુલ જિલ્લાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વારયલ થઈ રહ્યો છે. જ્યા એક મહિલા સાથે શર્મનાક હરકત કરવામાં આવી છે. ગામના લોકોએ ‘કંગારૂ કોર્ટ’ લગાવીને પહેલા મહિલાની બદનામી કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને ચપ્પલનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. ચર્ચા એવી છે કે, માત્ર 2000 રૂપિયાનો વિવાદ હતો. આ માત્ર 2000 રૂપિયા માટે આ મહિલા સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું.
માત્ર 2000 રૂપિયા માટે એક મહિલાનું આવું અપમાન?
ઘટનાની વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, આ મહિલાએ કોઈ પાસેથી 2000 રૂપિયા ઉધાર લીધા હતા અને તે પાછા ના આપ્યા હોવાનો આરોપ હતો. જેથી ગામલોકો ભેગા થયા અને પોતાને અદાલત સમજીને મહિલાને આ સજા આપવાનો ફેસલો કર્યો હતો. વાસ્તવમાં માત્ર 2000 રૂપિયા જેવી રકમ માટે જ નહીં પરંતુ કોઈ પણ કારણોસર આવી રીતે ગામ લોકો કે, ગામનો કોઈ વ્યક્તિ સજા આપી શકે નહીં. આ અદાલતને સામાન્ય ભાષામાં ‘કંગારૂ કોર્ટ’ કહેવામાં આવે છે, અને કાયદાના ભાષામાં તે ગુનો છે. તેના માટે સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે.
એક મહિલાનું આનાથી મોટું અપમાન બીજું કયું હોઈ શકે?
ગામ લોકોએ તે મહિલાને માત્ર અપમાનિત જ નહીં પરંતુ મોઢું કાળું કરી ચપ્પલનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવી હતી. એક મહિલાનું આનાથી મોટું અપમાન બીજું કયું હોઈ શકે! આ સમગ્ર ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. હંડાપા પોલીસેઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. પીડિતાની ફરિયાદના આધારે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ મહિલા સાથે આવી રીતે વર્તન કરવું એ નિંદનીય અને અપરાધિક કૃત્ય છે.
આ પણ વાંચો…શોકિંગ: ઓડિશામાં કૂતરા કરડવાના કિસ્સામાં પેરા એથ્લેટ સહિત બે જણનાં મોત…