ઓડિશામાં આવતીકાલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે મતદાનઃ 33,000 સુરક્ષાકર્મીઓ તહેનાત
ભૂવનેશ્વરઃ ઓડિશામાં આજે એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 102 કંપનીઓ અને ઓડિશા સશસ્ત્ર પોલીસની 66 પ્લાટુન સહિત લગભગ 33,000 સુરક્ષા કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં ઓડિશામાં આસ્કા, કંધમાલ, બરગઢ, બોલાનગીર અને સુંદરગઢમાં મતદાન થશે, જ્યારે 35 વિધાનસભા બેઠક પર મતદાન થશે. આ નવ જિલ્લાઓમાં આવેલી છે, જેમાં કંધમાલ, બૌધ, બોલનગીર અને બારાગઢના માઓવાદી પ્રભાવિત વિસ્તારો સામેલ છે. ચાર સંસદીય અને 28 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતી પ્રથમ તબક્કાની ચૂંટણી 13 મેના રોજ શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ઓડિશા ભગવામય બનશે, વિધાનસભાની 75 અને લોકસભાની 15 બેઠકો પર વિજય: અમિત શાહ
ડીજીપી અરુણ સારંગીએ આજે જણાવ્યું હતું કે છ નક્સલ પ્રભાવિત જિલ્લા મતદાન ઝોનમાં આવતા હોવા છતાં મજબૂત માઓવાદી વિરોધી કામગીરીના કારણે મતદાન દરમિયાન કોઈ માઓવાદી સંબંધિત હિંસા થઈ નથી.
“માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં 556 બૂથ સહિત 7,339 સ્થાન પર કુલ 9,162 મતદાન મથક પર મતદાન થશે. સુરક્ષા માટે 102 પીએપીએફ કંપનીઓ અને ઓડિશા સશસ્ત્ર પોલીસની 66 પ્લાટુન, 47 વધારાના એસપી, 88 ડીએસપી, 236 ઇન્સ્પેક્ટર અને 2,000 સબ-ઇન્સ્પેક્ટર ચૂંટણી ફરજ પર છે.