નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલાં પ્રદૂષણને ધ્યાનમાં લઈને કેજરીવાલ સરકારે ફરી એક વખત ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને આ નવો નિયમ 13મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધી લાગુ કરવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.
સરકારના નિર્ણય અનુસાર દિલ્હીમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડિઝલ પર બેન યથાવત રહેશે અને કોઈ પણ પ્રકારનું નિર્માણ કાર્ય નહીં કરવામાં આવે. આ ઉપરાંત દિલ્હીમાં 6ઠ્ઠી, 7મી, 8મી, 9મી અને 11મા ધોરણ સુધીના વર્ગો 10મી નવેમ્બર સુધી બંધ રહેશે.
દિલ્હીના પર્યાવરણ ખાતાના પ્રધાન ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતની માહિતી આપી હતી. રાયે પ્રસારમાધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સતત વધી રહેલાં પ્રદૂષણને જોતા ઓડ ઈવન સિસ્ટમને ફરી એક વખત લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સિસ્ટમ દિલ્હીવાસીઓ માટે 13થી 20મી નવેમ્બર સુધી એટલે એક અઠવાડિયા સુધી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત સ્કુલને પણ રજા આપવામાં આવી છે, એવું રાયે વધુમાં જણાવ્યું હતું.
એક અઠવાડિયા સુધી આ પ્રણાલીનું રિવ્યૂ કર્યા બાદ જ આગળ કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. ઓડ ઈવન દરમિયાન નંબર 1,3,5,7 અને 9 (જેમાં આ નંબરો છેલ્લી લાઈનમાં આવે છે) એના વાહનો ઓડ ડે પર ચલાવી શકાશે જ્યારે ઈવન ડેના દિવસે 0, 2, 4, 6 અને 8 પર પૂરા થાય છે એવા વાહનો ચલાવી શકાશે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે