તારીખ આવી ગઈ, જમ્મુ-કાશ્મીરમાં આ દિવસે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બનાવવા માટે જરુરી સીટ મેળવી લીધી છે અને હવે સરકાર બનાવવા માટે મનોજ સિંહાએ ઓમર અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને ચૂંટણીમાં બહુમતી મળી છે. તે જ સમયે, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને સીએમ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
હવે જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં શપથ ગ્રહણ સમારોહ ૧૬ ઓક્ટોબરે યોજાશે.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં હાર બાદ ભાજપનો પ્લાન હવે શું હશે?
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૬ ઓક્ટોબર, બુધવારે સવારે ૧૧.૩૦ કલાકે યોજાશે. ઓમર અબ્દુલ્લાએ માહિતી આપી છે કે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પત્ર લખીને તેમને જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી, જેનું પરિણામ આઠ ઓક્ટોબરે આવ્યું હતું. 90 વિધાનસભાની બેઠક માટે નેશનલ કોન્ફરન્સને 42 ભાજપને 26, કોંગ્રેસને છ, પીડીપીને ત્રણ, જેપીસીને એક, સીપીઆઈએસને એક, આમ આદમી પાર્ટીને એક, સાત અપક્ષના ઉમેદવારને જીત મળી હતી. આ અગાઉ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જમ્મુ કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું હતું.