
પટના: બિહારના મુખ્ય પ્રધાન બન્યા બાદ નીતીશ કુમાર એક વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે મહિલા ડૉક્ટરના ચહેરા પરથી બુરખો હટાવવાની કોશિશ કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેને લઈને નીતીશ કુમાર માફી માંગે એવી લોકો માંગણી કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે જેનો બુરખો હટાવવામાં આવ્યો હતો. તે મહિલાને લઈને એક મોટા સમાચાર આવ્યા છે.
ફરજ પર જઈ નથી મહિલા ડૉક્ટર
તાજેતરમાં પટના ખાતે નવનિયુક્ત આયુષ ડૉક્ટરોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે નવનિયુક્ત આયુષ ડૉક્ટરોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ દરમિયાન એક મુસ્લિમ યુવતિ બુરખો પહેરીને નિમણૂક પત્ર લેવા પહોંચી હતી. એવા સમયે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મુસ્લિમ યુવતિના ચહેરા પરથી બુરખો હટાવી દીધો હતો. આ ઘટના વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની હતી.
જોકે, આજે નવનિયુક્ત આયુષ ડૉક્ટરોએ ફરજ પર હાજર થવાનું હતું. પરંતુ જે મુસ્લિમ યુવતિના ચહેરા પરથી બુરખો હટાવવામાં આવ્યો હતો. તેણે આજે ડ્યુટી જોઈન કરી નથી. જેને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી.
પટનાના સિવિલ સર્જન અવિનાશ કુમાર સિંહે મીડિયાને જણાવ્યું કે, “નુસરત પરવીને શનિવારે સાંજે 7 વાગ્યા સુધી ડ્યુટી જોઈન કરી નથી. આ સાથે તેની આજે ડ્યુટી જોઈન કરવાની સંભાવના રહી નથી. મને એવું જણાવવામાં આવ્યું છે કે, ડ્યુટી જોઈન કરવાની છેલ્લી લંબાવવામાં આવી છે. અગાઉ ડ્યુટી જોઈન કરવાની તારીખ 20 ડિસેમ્બર હતી.”
નીતીશ કુમાર બિનશરતી માફી માંગે
ઉલ્લેખનીય છે કે, આરજેડી સહિત અનેક વિપક્ષી નેતાઓએ આ મામલે નીતીશ કુમારનો વિરોધ કર્યો અને માફી માંગવા માટે કહ્યું હતું. માફી ના માંગવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવા માટે પણ વિપક્ષે માંગણી કરી હતી. એટલું ન નહીં, પરંતુ મહેબૂબા મુફ્તિની દીકરી ઈલ્તિજાએ તો એફઆઈઆર નોધવાની માંગણી કરી હતી.
જાવેદ અખ્તરે પણ આ ઘટનાની નિંદા કરી હતી. તેમએ એક્સ પર લખ્યું હતું કે, નીતીશ કુમારે કોઈ પણ પ્રકારની શરત વિના આ મહિલા પાસે માફી માંગી લેવી જોઈએ. સીએમ નીતીશ કુમારે એક મુસ્લિમ મહિલા ડૉક્ટર સાથે જે હરકત કરી છે તેને નિંદનીય છે અને હું તેની સખત શબ્દોમાં વખોડું છું.
આ પણ વાંચો…નીતીશ કુમારના બુરખા વિવાદમાં નવો વળાંકઃ કોલેજના આચાર્યએ કર્યો ચોંકાવનારો દાવો



