ભારતમાં આવી રહી છે બ્રિટિશ બોર્ડિગ સ્કૂલો, શ્રીમંતોમાં ભારે ટ્રેન્ડિંગ આ સ્કૂલો વિશે જાણો | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતમાં આવી રહી છે બ્રિટિશ બોર્ડિગ સ્કૂલો, શ્રીમંતોમાં ભારે ટ્રેન્ડિંગ આ સ્કૂલો વિશે જાણો

ભારતનો એક મોટો વર્ગ તો વિદેશોની સ્કૂલો-કૉલેજોમાં ભણવા માટે લાઈન લગાવે જ છે. મોટાભાગની ફિલ્મી સેલિબ્રિટીના સંતાનો, રાજકારણીઓના સંતાનો, ઉદ્યોગપતિઓના સંતાનો બોર્ડિગ સ્કૂલમાં જ ભણે છે અને વિદેશોમાં જ તેઓ વસતા હોય છે. હવે આ શ્રીમંતોના બાળકો માટે ભારતમાં જ બ્રિટિશ સ્કૂલો ખૂલી રહી છે અને તેમાં એડમિશન લેવાનો ભારતમાં નવા નવા શ્રીમંતોને ભારે શોખ જાગ્યો છે.

પહેલા વાત કરીએ મધ્ય પ્રદેશના ભોપાલની તો અહીંથી 25 કિલોમીટર દૂર એક લોકોનિયલ યુગની ઈમારત તમને દેખાશે જેમાં કિટ્સની ઝલક છે. આ શ્રુસ્બરી ઈન્ટરનેશનલ સ્કૂલનું કેમ્પસ છે, જે ગયા મહિને જ શરૂ કરવામાં આવ્યું છે. આબેહૂબ બ્રિટન ઉતરી આવ્યું હોય તેમ આ કેમ્પસ જોઈને તમને લાગશે. અહીં સ્ટાફ મેમ્બર્સ, કેમ્બ્રિજનો અભ્યાસક્રમ છે. એક અલગ સાંસ્કૃતિક વાતાવરણ ઊભું થયું છે.

આવી એક નથી દસ નવી બ્રિટિશ બોર્ડિંગ સ્કૂલ ભારતમા આવી રહી છે. જોકે અગાઉથી ત્રણ સ્કૂલો હતી જ. આ ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી શ્રીમંત થયેલા પરિવારોમાં સૌથી વધારે ટ્રેનિડંગ છે.

આ નવો ટ્રેન્ડ ભારતીયોની વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરવાની વધતી જતી મહત્વાકાંક્ષા પર આધાર રાખે છે. દાયકાઓથી, દૂન, મેયો, વેલ્હેમ્સ અને સનાવર પછી પાથવેઝ અને વુડસ્ટોક જેવી નવી પ્રતિષ્ઠિત શાળાઓ શરૂ થઈ રહી છે. મમ્મી-પપ્પા તેમના સંતાનો માટે ઈન્ટરનેશનલ લેવલની ફેસેલિટિઝ અને કરિક્યુલમ શોધી રહ્યા છે અને આ પ્રકારની સ્કૂલો તેમની જરૂરતો પૂરી કરે છે.

શ્રુસ્વબરી ઉપરાંત હેરો ઈન્ટરનેશનલ સ્કૂલની બેંગલુરુમાં એક બ્રાન્ચ છે તો વેલિંગ્ટન ગ્રુપની પુણેમાં છે, જે 2027માં ડે સ્કૂલ બની જશે. એશિયન બજારોમાં બ્રિટિશ સ્કૂલો નફો પણ ઘણો કરી રહી છે. પ્રાઇવેટ એજ્યુકેશન પોલિસી ફોરમના 2023ના અહેવાલ મુજબ, 2011-12 અને 2020-21 વચ્ચે, 40 બ્રિટિશ સ્કૂલોએ કર રાહતમાં £18.7 મિલિયન (પાઉન્ડ) અને વિદેશી શાખાઓમાંથી £98.2 મિલિયન (પાઉન્ડ) નફો મેળવ્યો હતો.

ભારતની સ્કૂલોની વાત કરીએ તો અહીં વર્ષની ફી રૂ. 20 લાખ આસપાસ છે. શ્રીમંત મા-બાપ માટે તેમના સંતાનોને હાઈફાઈ સુવિધા સાથે સારું એજ્યુકેશન અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે આ રકમ બહુ મોટી નથી.

આપણ વાંચો:  પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ‘બબાલ’: ભાજપના નેતાઓ પર હિંસક હુમલો, રાહતસામગ્રી વહેંચતા ભોગ બન્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button