પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ! ભારતના વિદેશ મંત્રાલયએ કહ્યું ‘અમારા ટાર્ગેટ…’

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ ખાતે આવેલી ન્યુક્લિયર ફેસીલીટી પર રોકેટમારો કર્યો હોવાના દાવા કરવામાં આવી (India hits Pak Nuclear site) રહ્યા છે.
એવા અહેવાલો પણ વહેતા થયા છે કે કિરાણા હિલ્સ(Kirana Hills)ની આસપાસના વિસ્તારોમાં ન્યુક્લિયર રેડીએશન (Radiation) પણ ફેલાયું છે, આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઇ રહી છે. આ અહેવાલો અંગે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટતા કરી હતી. મંત્રાલયે કહ્યું કે આવા દાવાઓનો જવાબ આપવાનું કામ પાકિસ્તાની પક્ષનું છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત
વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું, “ઇજિપ્તીયન અમેરિકન વિમાન જોવા મળ્યા હોવાના અહેવાલો અંગેના પ્રશ્નોના જવાબ તેમણે (પાકિસ્તાને) આપવાના છે, અમારે નહીં… ડિફેન્સ બ્રીફિંગમાં અમારો પક્ષ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે… આ પ્રશ્નની વાત કરીએ તો, પાકિસ્તાની પ્રધાનેએ પણ તેના પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી.”
ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા રણધીર જયસ્વાલે કહ્યું, “અમારા તરફથી લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે આતંકવાદી ક્ષેત્રમાં કરવામાં હતી. જોકે, કેટલાક અહેવાલો મળ્યા હતા. પાકિસ્તાન નેશનલ કમાન્ડ ઓથોરિટી અહેવાલોનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાને પોતે રેકોર્ડ આનો ઇનકાર કર્યો છે.”
આપણ વાંચો: પાકિસ્તાનની કબૂલાત, ઓપરેશન સિંદૂરમાં 11 સૈનિકો માર્યા ગયા 78 સૈનિકો ઘાયલ
પાકિસ્તાને ચેતવણી આપે છે:
જયસ્વાલે ભારતની નીતિનો ઉલ્લેખ કરતા કહ્યુ, “જેમ તમે જાણો છો, ભારતનું મક્કમ વલણ રહ્યું છે કે તે ન્યુક્લિયર બ્લેકમેલ સામે હાર માનશે નહીં અને સરહદ પાર આતંકવાદને સહન કરશે નહીં. વિવિધ દેશો સાથેની વાતચીત દરમિયાન અમે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે આવા કૃત્યોમાં જોડાવાથી તેમના પોતાના ક્ષેત્રમાં નુકસાન થઈ શકે છે.”
સોશિયલ મીડિયા પર એવા દાવાઓ ચાલી રહ્યા છે કે પાકિસ્તાની ન્યુક્લિયર ફેસિલિટીને નુકસાન થયું છે, અને રેડિયોએક્ટિવિટીનું મૂલ્યાંકન કરવા માટે યુએસનું ન્યુક્લિયર સેફટી વિમાન – B350 AMS – તૈનાત કરવામાં આવ્યું છે.
12મેના રોજ યોજાયેલી એક પ્રેસ બ્રીફિંગમાં ભારતના એર માર્શલ એ કે ભારતીએ પરમાણુ સ્થળ પર હુમલાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. એર માર્શલે કટાક્ષમાં એવો ઇનકાર કર્યો હતો કે કિરાના હિલ્સમાં પરમાણુ સુવિધા છે તે અંગે કોઈ માહિતી પણ નથી.