NTA જ નાપાસ ! હવે CSIR-UGC-NETની પરીક્ષા પણ મોકૂફ
નવી દિલ્હી: NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024 સુધી મુલતવી રાખી છે. આ પરીક્ષા આગામી 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. NTAએ પરીક્ષાને મુલતવી રાખવા પાછળ સંસાધનોના અભાવનું કારણ દર્શાવ્યું છે. NTAએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષના આરોજનને લઈને સુધારેલા સમયપત્રકની જાહેરાત સત્તાવાર વેબસાઇટ દ્વારા પછીથી કરવામાં આવશે.
NEETની પરીક્ષાને લઈને ચર્ચામાં આવલી NTAએ વધુ એક પરીક્ષા મોકૂફ રાખી છે. NTAએ શુક્રવારે CSIR-UGC-NETની પરીક્ષા જૂન 2024 ને મોકૂફ રાખી છે. NTA દ્વારા પરીક્ષાર્થીઓને સલાહ આપવામાં આવી રહી છે કે નવી અપડેટ માટે વેબસાઇટ જોતાં રહેવું. જો કોઈ સ્પષ્ટીકરણ કે પ્રશ્ન હોય તો પરીક્ષાર્થીઓ NTAના હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકે છે.
NTAના નોટિફિકેશનનેમાં જણાવ્યા અનુસાર, પુરાણી વાતોનું જ પુનરાવર્તન કરી રહી છે કે અમે અગાઉ કહ્યું હતું તે તારીખે અમે પરીક્ષા યોજી શકીશું નહીં. અમે કારણ કહી શકતા નથી. પરીક્ષા માટે જરૂરી વસ્તુઓ જેવી કે મેનપાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની અછત છે. જે એજન્સીનું કામ રાષ્ટ્રીય સ્તરની ઘણી મોટી પરીક્ષાઓ લેવાનું છે તે ફેલ ગઇ છે.
આ પહેલા જૂન મહિનામાં NEET પરીક્ષામાં ગેરીરીતિનો મામલો સામે આવ્યો હતો. પછી NCET પરીક્ષા (નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) મુલતવી રાખવામાં આવી હતી, જેનું કારણ NTAએ ટેકનિકલ ખામીને દર્શાવ્યું હતું. તે પછી, યુજીસી નેટ પરીક્ષામાં પેપર લીકનો મામલો સામે આવ્યો હતો અને પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે CSIR નેટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.