ટોપ ન્યૂઝનેશનલ

UGC-NET પેપરલીક મામલે CBIને મળી જાણકારી “પરીક્ષાના એક દિવસ પહેલા ફૂટ્યું હતું પેપર”

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી-નેટ પરીક્ષાને રદ્દ કરી દીધી છે. આ બાબતને લઈને ભારે વિવાદ ચગ્યો છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને ગૃહ વિભાગ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું જાણવા મળ્યું હતું, આ બાદ પપર રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાને લઈને તપાસ કરી રહેલી સીબીઆઇને એક મોટી જાણકારી મળી હતી. સીબીઆઇએ તેમની તપાસ દરમિયાન કહ્યું છે કે UGC-NETનું પેપર લીક થયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા જ ડાર્કનેટ પર પેપર અપલોડ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Exam Emergency: NEET પેપર લીક બાદ હવે UGC-NET પણ રદ, વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ

સરકારે પેપર રદ્દ કર્યા બાદ સરકારે આ બાદ તેમની જવાબદારી સીબીઆઇને સોંપી છે. આ તપાસ દરમિયાન સીબીઆઇને પેપર ક્યાંથી લીક થયું તેની માહિતી મળી છે. તપાસના પ્રાથમિક તબક્કે એ જાણવા મળ્યું છે કે પ્રશ્નપત્ર સોમવારે 17 જૂનના રોજ લીક થયું હતું, જો કે આ બાદ તેને એનક્રિ પ્ટેડ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યું હતું. જો કે પકડાઈ જવાના ડરથી આરોપીએ લીક કરેલા પ્રશ્નપત્રને ડાર્કનેટ પર મૂકવામાં આવ્યું હતું.

શિક્ષણ મંત્રાલયે NTA દ્વારા પ્રોફેસર અને પીએચડી પ્રવેશ માટે લેવાતી UGC-NETની પરીક્ષાને 19 જૂનના રોજ રદ્દ કરી દેવામાં આવી છે. જો કે બાદ તાત્કાલિક તપાસ CBIને સોંપી દેવામાં આવી હતી. જો કે પરીક્ષાની સાથે કરવામાં આવેલ ચેડાંની માહિતી મળતા તેને રદ્દ કરી દેવામાં આવી હતી. જો કે કુલ નવ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો: NEET-UG 2024 કાઉન્સિલિંગ પર પ્રતિબંધ લાગશે! જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

UGC-NET રદ્દ થયા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે NEET પેપર લીક અને UGC-NETના સંબંધમાં NTA અધિકારીઓ સહિત દોષિત કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર હવે NTAની કામગીરીની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. તેમજ કહ્યું કે સરકાર કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષાઓ યોજવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker