ટોપ ન્યૂઝનેશનલ

NEET-UG 2024 કાઉન્સિલિંગ પર પ્રતિબંધ લાગશે! જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું


નવી દિલ્હી: NEET-UG 2024 માં ગેરરીતી અને પેપર લીકનો મામલો હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે, વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ કરવા માંગણી કરી રહ્યા છે. એવામ સુપ્રીમ કોર્ટ(Supreme court)NEET-UG 2024 ના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરી એકવાર ઇનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે નવી અરજીઓને પેન્ડિંગ પિટિશન સાથે ટેગ કરીને 8મી જુલાઈની તારીખ આગળની સુનાવણી માટે નિર્ધારિત કરી છે.

પેપર લીક થયા બાદ NEET UG 2024ની પરીક્ષા રદ કરવા અને પરીક્ષા ફરીથી યોજવાની માગણી કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટની વેકેશન બેન્ચે આ નિર્ણય લીધો હતો. અગાઉ ગુરુવારે, સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષા રદ કરવા અને કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસ સહિતની અનેક અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને અન્ય લોકો પાસેથી જવાબો માંગ્યા હતા.

સુપ્રીમ કોર્ટે કેટલાક હાઈકોર્ટમાં પેન્ડિંગ સમાન અરજીઓ પર આગળની કાર્યવાહી પર પણ રોક લગાવી હતી. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકશે નહીં.

Also Read: NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ

UGC-NET પરીક્ષા રદ્દ થયા બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પેપર લીક મામલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, “નરેન્દ્ર મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી, પીએમ મોદી પેપર લીકને રોકી શક્યા નથી, પેપર લીક થઈ ગયું છે, પેપર લીક કરનારા ગુનેગારોને સજા થવી જોઈએ.”

રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો વ્યાપમનું વિસ્તૃત એડીશન છે. ભાજપે શિક્ષણની જગ્યાઓ કબજે કરી લીધી છે. વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “ તેઓ યુદ્ધ રોકી શકે છે, પરંતુ પેપર લીક થતા રોકી શક્યા નહીં. પીએમનું ધ્યાન અત્યારે સ્પીકર ચૂંટણી પર છે. બિહારમાં પેપર લીકના ઘટસ્ફોટની તપાસ થવી જોઈએ.”

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker