એનએસઓના સર્વે રિપોર્ટે ચોંકાવ્યા! અસંગઠિત ક્ષેત્રમાં રોજગારમાં થયો ઘટાડો, સ્વ-રોજગારમાં… | મુંબઈ સમાચાર
નેશનલ

એનએસઓના સર્વે રિપોર્ટે ચોંકાવ્યા! અસંગઠિત ક્ષેત્રમાં રોજગારમાં થયો ઘટાડો, સ્વ-રોજગારમાં…

નવી દિલ્હીઃ દેશમાં રોજગારીનું સ્તર કેવું છે તેનાથી દરેક લોકો વાકેફ છે. ભારતમાં અસંગઠિત ક્ષેત્રોના ઉદ્યોગમાં કામ કરતા લોકોની સંખ્યા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને 12.85 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ જાન્યુઆરીથી માર્ચમાં 13.13 કરોડ હતી.

આ આંકડામાં આટલો ઘટાડો કેમ નોંધાયો? આના પાછળ કેવા પરિબળો જવાબદાર છે? આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. બુધવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક સર્વે રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી હતી. અસંગઠિત ક્ષેત્રોના ઉદ્યોગોમાં કામ કરવા લોકોની સંખ્યામાં 28 લાખનો ઘટાડો નોંધાયો છે.

આપણ વાંચો: હોન્ડાનો વિઠલાપુર પ્લાન્ટ ૧૮૦૦ નવી રોજગારીનું સર્જન કરશે

રોજગાર દરમાં આ વધઘટ મુખ્ય કારણ કહ્યું છે?

સર્વે રિપોર્ટ્સ પ્રમાણે એપ્રિલ-જૂન 2025 દરમિયાન રોજગાર દરમાં આ વધઘટ મુખ્યત્વે કામદારોની સંખ્યામાં ઘટાડો અને અસંગઠિત ઉત્પાદન ક્ષેત્રના મધ્યમ પ્રદર્શન સાથે જોડાયેલી છે. આ સંખ્યા ત્રણ મહિનાઓમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે આંકડા અનેક પ્રકારના સવાલો કરી શકે છે.

અસંગઠિત ક્ષેત્રોના ઉદ્યોગમાં કામ કરતા લોકોની સંખ્યા 2025માં પહેલી વખત જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 13 કરોડને પાર પહોંચી હતી. આ આંકડા ગત વર્ષો કરતા વધારે હોવાનું પણ એક અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. પરંતુ આ સંખ્યા અપ્રિલથી જૂન 2025માં 25 લાખ જેટલી ઘટનીને 16.86 કરોડ જેટલી થઈ ગઈ હતી.

આપણ વાંચો: કયા છે રોજગાર? AMCની 712 જુનિયર ક્લાર્કની જગ્યાઓ સામે 1.11 લાખ અરજીઓ

રોજગારીના આંકડામાં કેવો ફેરફાર જોવા મળ્યો!

હવે આ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આંકડામાં 2023-24ની વાત કરવામાં આવે તો તે તેના કરતા 2025માં આંકડા વધારે સારા જોવા મળ્યાં હતાં.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આઆ સંખ્યા જાન્યુઆરી-માર્ચમાં 7.85 કરોડ હતી જે એપ્રિલથી જૂનમાં વધીને 7.94 કરોડ થઈ હતી. જ્યારે 2025ના જાન્યુઆરી-માર્ચમાં આ સંખ્યાં 13.13 કરોડ થઈ ગઈ હતી. આ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી 28 ટકા વધી છે.

આપણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ (2030)ની યજમાની માટેના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી

2025ના આ સર્વે રિપોર્ટ્સમાં થયા ચોંકાવનારા ખુલાસા

આ સર્વે પ્રમાણે પગારદાર કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આંકડાની વાત કરીએ તો, જે સંખ્યા જાન્યુઆરીથી માર્ચમાં 26.86 ટકા હતા જે એપ્રિલથી જૂનમાં ઘટીને 24.38 ટકા થઈ ગઈ હતી. જો કે, સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાના દરમાં વધારે આવ્યો આવ્યો છે. કારણે ક, કામ કરતા માલિકો જે 58.29 ટકા હતા તે વધીને 60.18 ટકા થઈ ગયાં હતા.

ગ્રામીણ વિસ્તારોમાં કાર્યબળ પણ જાન્યુઆરી-માર્ચમાં 5.97 કરોડથી વધીને એપ્રિલ-જૂનમાં 6.25 કરોડ થયું છે. આ સાથે પરિવાર વગરના વેતન કામદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. મળતી જાણકારી પ્રમાણે આ સર્વેમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશભરમાં 5,885 પ્રથમ તબક્કાના એકમો અને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 5,893 એકમોને આવરી લેવામાં આવ્યા હતા.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button