નેશનલશેર બજારસ્પેશિયલ ફિચર્સ

Stock Market: નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરોમાં તેજી

મુંબઈ: આજે શુક્રવાર છે એટલે કે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે સપ્તાહનો છેલ્લો દિવસ. આજે સવારે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.13 ટકા અથવા 106 પોઇન્ટના ઘટાડા સાથે 81,504 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 14 શેર ગ્રીન સિગ્નલ પર ટ્રેડ થયા હતા અને 16 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થયા હતા.

શેર બજાર ખુલતા જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી-50 0.05 ટકા અથવા 13 પોઇન્ટના ઘટાડા સાથે 24,985 પર ટ્રેડ થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર ગ્રીન સિગ્નલ પર અને 16 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઇ રહ્યા હતાં.

સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ઘટાડો નોંધાયો હતો, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીસ, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્માસ્યુટિકલ્સ, ટાટા મોટર્સ, ટાઇટન, ટેક મહિન્દ્રા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં વધારો નોંધાયો હતો.

સેકટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી બેન્ક 0.41 ટકા, નિફ્ટી ઓટો 0.17 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.54 ટકા, નિફ્ટી એફએમસીજી 0.05 ટકા, નિફ્ટી મીડિયા 0.21 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 0.15 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.3 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.61 ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.23 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.14 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.29 ટકા, નિફ્ટી મેટલમાં 0.25 ટકા, નિફ્ટી આઇટીમાં 0.41 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી 225 વધારા સાથે ખુલ્યા હતાં, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઘટાડા સાથે ખુલ્યો હતો. ગુરુવારે યુએસ બજારો નેગેટીવ ટ્રેન્ડ સાથે બંધ થયા હતાં.

નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button