રશિયા-ભારતની દોસ્તી યથાવત: અમેરિકાના દબાણને અવગણીને અજીત ડોભાલે પુતિન સાથે કરી મુલાકાત | મુંબઈ સમાચાર

રશિયા-ભારતની દોસ્તી યથાવત: અમેરિકાના દબાણને અવગણીને અજીત ડોભાલે પુતિન સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: રશિયા સાથેનો વ્યાપારિક સંબંધ ભારત માટે અમેરિકાના 50 ટકા ટેરિફનું કારણ બની ગયો છે. ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાની તૈયારી કરી રહ્યા છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ વાત કન્ફર્મ કરી હતી. તેઓ તાજેતરમાં રશિયાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.

આપણ વાંચો: ટેરિફના ‘ટેરર’ વચ્ચે પુતિન હવે ભારત આવશેઃ અજીત ડોભાલે વાત કરી કન્ફર્મ, જાણો મહત્ત્વ

અજીત ડોભાલે પુતિન સાથે શું વાતચીત કરી?

અજીત ડોભાલ 7 ઓગસ્ટ 2025ને ગુરૂવારે રશિયા પહોંચ્યા હતા. જેમાં તેમણે ક્રેમલિન ખાતે પહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ત્યારબાદ રશિયાના પ્રથમ ઉપ વડા પ્રધાન ડેનિસ મન્તુરોવ સાથે દ્વીપક્ષીય બેઠક કરી હતી.

ગુરૂવારે અજીત ડોભાલ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળ્યા હતા. ત્યારબાદ શુક્રવારે અજીત ડોભાલે રશિયાના પ્રથમ ઉપ વડા પ્રધાન ડેનિસ મન્તુરોવ સાથે બેઠક યોજી હતી.

રશિયા સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર, ડોભાલ અને મન્તુરોવની બેઠક દરમિયાન ભારત-રશિયા વચ્ચે સહકાર સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે. સાથોસાથ નાગરિક વિમાન ઉત્પાદન, ધાતુ ઉદ્યોગ અને રાસાયણિક ઉદ્યોગ જેવા અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સના અમલીકરણ પર પણ વાતચીત થઈ છે.

આપણ વાંચો: અજીત ડોભાલે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કહ્યું તમે પુરાવા આપો અમે તપાસ કરાવીશું…

ભારત રશિયાને સહકાર કરતું રહેશે

અમેરિકાએ દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને ટાર્ગેટ કરતા અજીત ડોભાલે જણાવ્યું કે, “બહારના દબાણ છતાં પણ રશિયા સાથે તમામ પ્લેટફોર્મ પર ભારત સહકાર કરતું રહેશે.” અગાઉ પણ ભારત સ્પષ્ટપણે કહી ચૂક્યું છે કે, તે રશિયા સાથે ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે નહી. ભારત અને રશિયાની આ જુગલબંધી ડૉનાલ્ડ ટ્રમ્પને હેરાન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અજીત ડોભાલ રશિયામાં વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. જોકે, ભારતની મુલાકાત પહેલા વ્લાદિમિર પુતિન અમેરિકાની મુલાકાતે જવાના છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button