હવે ફટાકડા ફોડવા કે નહિ? આટલી સરકાર પ્રતિબંધ મૂકવા તૈયાર જાણો હક્કીકત…
નવી દિલ્હી: દિલ્હી, મુંબઇ, કોલકત્તા સહિતના અન્ય મહાનગરોમાં એર પોલ્યુશનમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આગામી તહેવારોમાં ફટાકડા ફોડવા કે નહિ તેના અંગે આમ આદમી ચિંતામાં છે. બીજી બાજુ મહોરાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, દિલ્હી વગેરેની સરકારોએ ફટાકડા ફોડવાની હિમાયત કરતા નથી અને તેથી ફટાકડા ફોડવાનું સાવ બંધ જ થઇ જશે તે નિશ્ચિત છે.
દિવાળી આવી રહી છે ત્યારે નવા વર્ષને વધાવવા માટે લોકો ખૂબજ આતુર છે. વર્ષોની પરંપરા પ્રમાણે આપણે દિવાળીના દિવસે ફટાકડા ફોડીને આવનારા નવા વર્ષને આવકારીએ છીએ ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી એર પોલ્યુશનના કારણે સરકાર ઘણા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી રહી છે. દેશમાં હાલના સમયમાં ઘણા ભયંકર પ્રમાણમાં એર પોલ્યુશન વધી ગયું હોવાના કારણે સરકાર હવે ફટાકડા ફોડવા પર આકરા પ્રતિબંધ મૂક્યા છે.
પંજાબ સરકારે આ વર્ષે ગ્રીન ફટાકડા વેચવાની અને ફોડવાની પરવાનગી આપી છે તેમાં પણ તે અમુક મર્યાદિત કલાકો સુધીજ લોકો ફટાકડા ફોડી શકશે. તે જ રીતે તામિલનાડુ સરકારે પણ રાજ્યમાં ફક્ત છ થી આઠ સુધી ગ્રીન ફટાકડા વેચવાની અને ફોડવાની મંજૂરી આપી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઇ, થાણા અને પૂણેમાં ફટાકડા વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળની સરકારે તો ફક્ત એકજ કલાક એટલે કે આઠથી નવ વાગ્યા સુધીજ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. ત્યારે રાજસ્થાનમાં શ્ર્વાસને લગતી બીમારીઓના કેસ વધારે આવવાના કારણે આ વર્ષે સરકારે ફરાડડા ફોડવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ કેરળ સરકારે એર પોલ્યુશનને ધ્યાનમાં રાખીને ફક્ત ધાર્મિક પ્રસંગો સિવાય ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.