નેશનલ

ઉફ ઉફ ગરમી! હવે તો વકીલોએ પણ માગી કાળા કોટ પહેરવામાંથી મુક્તિ

તમે ફિલ્મોમાં કે રિયલમાં વકીલોને જોયા જ હશે. કોર્ટમાં દલીલ કરતી વખતે તેમણે લાંબો કાળો કોટ પહેરવો પડે છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ તેમણે કોર્ટમાં રજૂઆત કરતી વખતે કાળો કોટ તો પહેરવો જ પડે છે. જોકે, બાકીની સિઝનમાં તો ઠીક છે, પણ ઉનાળાની ભડભડતી ગરમીમાં આ કોટ વકીલોને ઘણો હેરાન કરે છે. આ જ કારણે હવે આ વિશેષ ડ્રેસ કોડમાંથી મુક્તિની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

એવા અહેવાલો જાણવા મળ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં એક અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે દેશભરની હાઇ કોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં વકાલત કરતા વકીલોને ઉનાળા દરમિયાન કાળા કોટ અને ગાઉન પહેરવાથી મુક્તિ આપવાનો નિર્દેશ આપવામાં આવે. એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ આ ઇરજી દાખલ કરી છે. તેમની અરજીમાં અરજીમાં વિવિધ રાજ્યોની બાર કાઉન્સિલને દરેક રાજ્ય માટે ‘કીવી સમર મહિના’ નક્કી કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી જેથી વકીલોને તે મહિનામાં કાળા કોટ અને ગાઉન પહેરવાથી મુક્તિ મળી શકે.

સુપ્રીમ કોર્ટમાં એવી વિનંતી કરવામાં આવી છે કે વધતી જતી ગરમીને ધ્યાનમાં લેતા રાજ્યમાં વકીલોના પરંપરાગત ડ્રેસ કોડ હળવા કરવા પર વિચાર કરવામાં આવે કારણકે વધતી જતી ગરમીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
નોંધનીય છે કે 2022માં પણ હાઇ કોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં વકાલત કરતા વકીલોને ઉનાળા દરમિયાન કાળા કોટ અને ગાઉન પહેરવાથી મુક્તિ માટે નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજદારને તેની ફરિયાદ સાથે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI)નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button