ટોપ ન્યૂઝનેશનલ

હવે, વિદેશ પ્રધાનની સુરક્ષા મુદ્દે લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકરની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદેશ પ્રધાનની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરી કરી છે, જે અગાઉ વાય કેટેગરીની હતી.

ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે ઈન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ રિપોર્ટને કારણે વિદેશ પ્રધાન જયશંકરની સુરક્ષામાં વધારો કર્યો છે. હવે સીઆરપીએફના કમાન્ડો તેમની સુરક્ષામાં તહેનાત કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે ઝેડ કેટેગરીની સુરક્ષામાં 36 સીઆરપીએફ કમાન્ડોને તહેનાત રાખવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુરક્ષા માટે પાંચ કેટેગરી બનાવી છે, જેમાં એક્સ, વાય, વાય પ્લસ અને ઝેડ પ્લસનો સમાવેશ થાય છે. વીઆઈપી વ્યક્તિની સુરક્ષા આપવામાં આવે છે, જ્યારે કેટેગરીમાં વધારાની સાથે ખર્ચમાં પણ વધારો કરવામાં આવે છે. ઝેડ કેટેગરીની સુરક્ષા માટે ખાસ કરીને પંદરથી વીસ લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

એક્સ કેટેગરીમાં બે સુરક્ષા કર્મચારી (કમાન્ડો નહીં) રાખવામાં આવે છે, જ્યારે એક પર્સનલ સિક્યોરિટી ઓફિસરનો સમાવેશ થાય છે. વાય કેટેગરીમાં 11 કર્મચારી તહેનાત કરે છે, જેમાં એક અથવા બે કમાન્ડો અને બે પીએસઓનો સમાવેશ થાય છે. વાય કેટેગરીમાં 11 કર્મચારી સિવાય એસ્કોર્ટ વાહન રહે છે, જેમાં એક ગાર્ડ કમાન્ડર અને ચાર ગાર્ડ રહેઠાણ પર રહે છે. ઝેડ કેટેગરીમાં 22 સુરક્ષા કર્મચારી રહે છે, જેમાં ચારથી છ એનએસજી કમાન્ડોનો સમાવેશ થાય છે, જ્યારે એની સાથે દિલ્હી પોલીસ અને સીઆરપીએફના જવાન પર રહે છે.

આ ઉપરાંત, ઝેડ કેટેગરીમાં 57 સુરક્ષા કર્મચારી તહેનાત રહે છે, જેમાં દસથી વધુ એનએસજી કમાન્ડો રહે છે. એક બુલેટ પ્રૂફ કાર અને બે એસ્કોર્ટ વાહન રહે છે. ઘરની બહાર પણ પોલીસ કેમ્પ રહે છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે વડા પ્રધાનને એસપીજી એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપનું નિર્માણ કર્યું છે, કારણ કે 31મી ઓક્ટોબર 1984ના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button