નેશનલ

…હવે મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આ સુવિધા

નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓને ટિપિકલ ફૂડ ખાવામાં કંટાળી ગયેલા પ્રવાસીઓ માટે હવે રેલવેએ નવો વિકલ્પ શોધી કાઢ્યો છે, જેમાં ગરમા ગરમ ફૂડ માટે હવે પ્રવાસીઓ ખાનગી ફૂડ ડિલિવરી કરનારાનો લાભ લઈ શકશે.

લાંબા અંતરની લોંગ જર્નીમાં ગરમાગરમ જમવાનું મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પ્રવાસીઓને થનારી આ સમસ્યાને ઉકેલવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ ફૂડ ડિલિવરી ઍપ સ્વિગી દ્વારા મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોમાં જમવાનું પહોંચાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. IRCTCની આ યોજનાથી તમે ટ્રેનના પ્રવાસ દરમિયાન સ્વિગી પરથી તમારી પસંદનું ફૂડ ઓર્ડર કરી શકશો.

IRCTC દ્વારા ટ્રેનોની અંદર પણ સ્વિગી વડે ફૂડ ડિલિવરી કરવા માટે એક કરાર કર્યો છે. એક અહેવાલ મુજબ શરૂઆતમાં આ સેવા ચાર રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવવાની છે અને તે પછી ભારતના અન્ય રેલવે સ્ટેશન પર પણ આ સેવા શરૂ કરવામાં આવશે. આ સેવાથી પ્રવાસીઓ તેમનું મનપસંદ ભોજન મગાવી તેનો આનંદ લઈ શકે છે.

બેંગલુરુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ આ ચાર રેલવે સ્ટેશન પર સૌ પ્રથમ સ્વિગી ફૂડ ડિલિવરી સિસ્ટમને શરૂ કરવામાં આવવાની છે. ટ્રેનોમાં ફૂડ પહોંચાડવા માટે IRCTCના પોર્ટલ પર જઈને પોતાનો PNR નંબરની માહિતી ભરવી પડશે. ત્યાર બાદ તમે જગ્યા આઉટલેટ નક્કી કરીને ત્યાંથી તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકો છો. ફૂડ ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ માટે ઓનલાઇન અને કેશ ઓન ડિલિવરીનો પણ વિકલ્પ ઉપલબ્ધ હશે.

IRCTC દ્વારા આ પહેલા પણ ફૂડ ડિલિવરી ઍપ ઝોમેટો સાથે આવો કરાર કર્યો હતો. આ કરાર હેઠળ દિલ્હી, પ્રયાગરાજ, કાનપુર, લખનઊ અને વારાણસી જેવા સ્ટેશનો પર તમને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો વિકલ્પ મળતો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ