નેશનલવેપાર

હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી પહોંચશે

નવી દિલ્હી: કાંદાના વધતા ભાવ પર અંકુશમાં રાખવા માટેના પગલાંના ભાગરૂપે સરકારે બજારમાં હસ્તક્ષેપ કરતાં આગામી ૨૧મી નવેમ્બરે ૭૨૦ ટન કાંદાનું પાંચમું શિપમેન્ટ દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પહોંચશે, એમ તાજેતરમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે..

સરકારે કાંદાના બફર સ્ટોક માટે ગયા મહિનાથી બજારમાં હસ્તક્ષેપ શરૂ કર્યો હતો અને પહેલી વખત મહારાષ્ટ્રથી દિલ્હી રેલ માર્ગથી કાંદા ટ્રાન્સપોર્ટ કર્યા હતા. તેમ જ અત્યાર સુધીમાં કિલોદીઠ રૂ. ૩૫ના ભાવથી વેચાણ કરવા માટે ૪૦૧૦ ટન કાંદા રવાના કરવામાં આવ્યા છે. ગત સોમવારે નાશિકથી વધુ ૭૨૦ ટનનું શિપમેન્ટ રવાના થયું છે જે આજે (ગુરુવારે) નવી દિલ્હી પહોંચશે, એમ એક અધિકૃત યાદીમાં જણાવાયું છે.

આ પૂર્વે ગત ૧૭મી નવેમ્બરે ચોથા શિપમેન્ટમાં ૮૪૦ ટન કાંદાની આવક થઈ હતી. જેમાંથી દિલ્હી એનસીઆરમાં રિટેલ વેચાણ માટે ૫૦૦ ટન મધર ડેરીને, ૧૯૦ ટન એનસીસીએફને અને ૧૫૦ ટન નાફેડને ફાળવવામાં આવ્યા હતા. વધુમાં સરકારે નોંધ્યું હતું કે મોટી માત્રામાં શિપમેન્ટ થવાથી દિલ્હીની જથ્થાબંધ અને રિટેલ બજારમાં કાંદાના ભાવ પર નોંધપાત્ર અસર પડી છે.

આથી આ જ પ્રકારનાં પગલાં અન્ય શહેરો માટે લઈ શકાય તેમ છે.
તાજેતરમાં સરકારે ૮૪૦ ટન કાંદાની ચેન્નાઈ અને ૮૪૦ ટન કાંદાની ગુવાહાટી ખાતે રવાનગી કરી હતી. તેમ જ આ સપ્તાહે ગુવાહાટી ખાતે વધુ ૮૪૦ ટન રવાનગી કરવાની સરકારની અને આગામી બેથી ત્રણ દિવસમાં આટલી જ માત્રા લખનઊ ખાતે રવાનગી કરવાની યોજના છે. સહકારી એજન્સી નાફેડે આ સપ્તાહે દિલ્હી એનસીઆર અને ગુવાહાટી માટે વધારાની બે રેક ફાળવવાનો અનુરોધ કર્યો છે.

Also Read – સ્ટીલ આયાતને લગતી સમસ્યાના ઉકેલ મામલે કેન્દ્રીય પ્રધાને શું ક્હયું

5આ સિવાય એનસીસીએફ પણ આગામી સપ્તાહમાં એક રેક ગોઠવવાની યોજના ધરાવે છે. વધુમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા દિલ્હીમાં કાંદા છૂટા કરવા માટે સોનીપત કોલ્ડ સ્ટોરેજમાં ફાળવણી માટેની પણ સરકાર યોજના ધરાવે છે. આ વર્ષે સરકારે જાળવેલા ૪.૭ લાખ ટન કાંદાના બફર સ્ટોક પૈકી ૧.૫૦ લાખ ટનનો જથ્થો છૂટો કર્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button