હવે Google Maps પરથી મેટ્રો ટિકિટ બુક કરાવી શકાશે

હવે Google Maps પરથી મેટ્રો ટિકિટ બુક કરાવી શકાશે

હવે મેટ્રો ટિકિટ બુક કરવી વધુ સરળ બનશે. ટૂંક સમયમાં ગૂગલ મેપ એપ દ્વારા તમામ મોટા શહેરોની મેટ્રો માટે ટિકિટ બુક કરી શકાશે. એટલે કે તમારે 2 એપ રાખવાની જરૂર નહીં પડે. આ માટે ગૂગલે Open Network for Digital Commerce (ONDC) સાથે પાર્ટનરશીપ કરી છે. ગઈ કાલે ગુરુવારે આયોજિત Google for India ઇવેન્ટમાં, કંપનીએ જણાવ્યું હતું કે કંપનીએ ONDC સાથે ભાગીદારી કરી છે અને પરિણામે ટૂંક સમયમાં જ યુઝર્સ મેપ્સ એપ્લિકેશન દ્વારા મેટ્રો ટિકિટ બુક કરી શકશે.

ગૂગલે ઇવેન્ટમાં જણાવ્યું હતું કે આ સુવિધા, જે આગામી કેટલાક મહિનામાં દેશના તમામ મેટ્રો શહેરોમાં શરૂ કરવામાં આવશે.

હાલ WhatsApp દ્વારા દિલ્હી મેટ્રોની ટિકિટ બુક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે 9650855800 નંબર પર HI મોકલવાનો રહેશે. WhatsApp દ્વારા એક સમયે 6 મેટ્રો ટિકિટ બુક કરી શકાય છે. WhatsApp દ્વારા સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યાની વચ્ચેની મેટ્રો માટે ટિકિટ બુક કરાવી શકાય છે. જ્યારે, એરપોર્ટ લાઇન માટે સવારે 4 થી રાતના 11 વાગ્યાની વચ્ચે ટિકિટ બુક કરાવી શકાય છે. ડીએમઆરસીએ 228 મેટ્રો સ્ટેશનો માટે આ સુવિધા શરૂ કરી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button