
નવી દિલ્હી: ભારત સરકારે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારો સાથે મળીને નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) ની શરૂઆત કરી છે. આ અંતર્ગત પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી લોકો સ્થાનિક સ્થળોએ સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકે.
આ સ્ટેશન જોવામાં ખૂબ જ સુંદર છે અને તેની ટ્રેનો સુવિધાઓથી સજ્જ છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ RRTS સ્ટેશન પરિસર અને આઇકોનિક નમો-ભારત ટ્રેનોને ફિલ્મ શૂટિંગ સહિતના કાર્યક્રમોના આયોજન માટે ભાડા પર ઉપલબ્ધ બનાવવા માટે એક વ્યાપક નીતિ ઘડી છે. આ નીતિ હેઠળ RRTS સ્ટેશનો અને નમો-ભારત ટ્રેનો હવે ફિલ્મના શૂટિંગ, ડોક્યુમેન્ટ્રી અને ટીવી કમર્શિયલ વગેરે માટે ટૂંકા ગાળા માટે ભાડા પર ઉપલબ્ધ થશે.
છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોમાં ઘણી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીનું શુટીંગ થઈ રહ્યું છે. ખાસ કરીને ઓટીટી, ફીચર ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને વેબ સિરીઝનું શૂટિંગ ટ્રેનોમાં થવાનું શરૂ થઈ ગયું છે. આ ટ્રેનો અને સ્ટેશનોની સુંદરતા નિર્દેશકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. NCRTCનો એ જણાવ્યું હતું કે આધુનિક શૂટિંગ સ્થાનો શોધી રહેલા ફિલ્મ નિર્માતાઓ માટે એક આકર્ષક તક છે. આ સ્ટેશનો અને ટ્રેનોની લાઈટિંગ પણ સારી એવી કરવામાં આવે છે જેથી શૂટિંગમાં કોઇ તકલીફ ન પડે.
નમો ટ્રેન માત્ર તેમની વિશ્વ કક્ષાની સુવિધાઓ માટે જ નહીં પરંતુ તેમના અનન્ય દેખાવ માટે પણ જાણીતી છે, આથી તેમાં કરવામાં આવતું ફિલ્મનું શુટિંગ પણ ઘણું આકર્ષક લાગે છો આ ઉપરાંત આ રીતે રેલવે વિભાગને આવક પણ થાય છે. અને ભારતની ટ્રેનો વિશે લોકો સુધી માહિતી પણ પહોંચે છે.
કોઈપણ ઇવેન્ટ માટે પણ RRTS પરિસર ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો રાત્રિના સમયે નમો ભારત ટ્રેનની આવશ્યકતા હોય તો તે પણ મળે છે આ ઉપરાંત વ્યક્તિગત ઇવેન્ટ્સ માટે પણ બુક કરી શકાય છે. NCRTC પરિસર અને ટ્રેનો કલાકદીઠ ભાડા પર પણ ઉપલબ્ધ રહેશે.