નવી દિલ્હી: પાંચ રાજ્યમાંથી માત્ર એક રાજ્યમા આશ્વાસનરૂપે જીત મેળવનારા કૉંગ્રેસ અને તેની સાથે જોડાયેલી અન્ય રાજકીય પક્ષોનું ઈન્ડિયા ગઠબંધન સંકટમાં હોવાનું જણાઈ રહ્યું છે. એક તો આ ગઠબંધનમાં નીતિશ કુમાર, શરદ પવાર, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, સ્ટેલીન જેવા પોતાપોતાના રાજ્યોના બાહુબલિઓ છે, જે કૉંગ્રેસનું વર્ચસ્વ સ્વીકારવા તૈયાર નથી અને હવે કૉંગ્રેસ પાસે ધાક જમાવવા જેવું કંઈ છે નહીં, છતાં રાષ્ટ્રીય પક્ષ તરીકે તે નમતું જોખી શકે તેમ નથી. આથી હવે આ ગઠબંધનનું બંધન કેટલું ટકશે કે ક્યારે તૂટશે તે કહેવાય નહીં, પણ હાલમાં તેમની આગામી બેઠકની જનવી તારીખ જાણવા મળી છે. હકીકતમાં આ બેઠક આવતીકાલે એટલે કે છઠ્ઠી ડિસેમ્બરના રોજ મળવાની હતી, પરંતુ અમુક નેતાઓએ હાજરી આપવાનું શક્ય ન હોવાનું જણાવતા બેઠક રદ થઈ છે ત્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ યાદવે ગઠબંધનની બેઠકની નવી તારીખ 17 ડિસેમ્બર આપી છે. રવિવારે ચારેય રાજ્યના પરિણામો આવ્યા બાદ કૉંગ્રેસએ બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં મમતા, નીતિશ, સ્ટેલિન હાજર રહી શકે તેમ ન હોવાથી રદ કરવામાં આવી હોવાના કારણો આપ્યા હતા. મમતા પરિવારના લગ્ન પ્રસંગ હોવાનું કારણ આપી રહ્યા છે જ્યારે સ્ટેલિન ચક્રવાતને કારણે હાજર રહી શકે તેમ નથી. તો નીતિશ કુમારે ખરાબ તબિયતનું કારણ આગળ ધર્યું છે. ખરું કારણ જે હોય તે પણ આ મહાગઠબંધનનું બાવિ ડામાડોળ છે અને આ સંઘ કાશીએ પહોંચે તેવી શક્યતાઓ ઓછી જણાય છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે