સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના ચૂંટણી હારેલા 11 નેતાઓને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ
નવી દિલ્હી: હવે સમય આવી ગયો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં હારેલા સાંસદો અને મંત્રીઓએ તેમના સરકારી બંગલા ખાલી કરવા પડશે. 17મી લોકસભાના જે સાંસદો ચૂંટણી જીતી શક્યા નથી તેમને હવે લોકસભાની ગૃહ સમિતિ દ્વારા નોટિસ પાઠવીને બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. પૂર્વ સાંસદોને 5 જુલાઈ સુધી અને ભૂતપૂર્વ મંત્રીઓને 11 જુલાઈ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવાનો રહેશે. જો કે લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના હારેલા 17 કેન્દ્રીય મંત્રીઓને પણ બંગલો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે.
કોને કોને મળી નોટિસ :
લોકસભા ચૂંટણીમાં અર્જુન મુંડા, આરકે સિંહ, સંજીવ બાલ્યાન, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી, અજય મિશ્રા ટેની, વી મુરલીધરન, સાધ્વી નિરંજન જ્યોતિ, રાવસાહેબ દાનવે, ભાનુપ્રતાપ વર્મા, સુભાષ સરકાર અને ભગવંત ઢુબાને હારનો સામનો કરવો પડ્યો છે અને આથી તેઓના નામ બંગલો ખાલી કરવાની નોટિસ સામેલ કરવામાં આવ્યા છે. જો કે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ભાજપના ફાઇટર નેતા સ્મૃતિ ઈરાનીએ પણ બંગલો ખાલી કરવો પડશે.
આ પણ વાંચો : UGC-NET પેપરલીક મામલે CBIને મળી જાણકારી “પરીક્ષાના એક દિવસ પહેલા ફૂટ્યું હતું પેપર”
નિયમ અનુસાર લોકસભા ભંગ થાય તેના એક મહીનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે. જો કે અહી એવા સાંસદોને પણ સરકારી બંગલો ખાલી કરવો પડશે કે જેઓ ચૂંટણી તો જીતી ગયા પરંતુ મંત્રીપદ નથી મળ્યું. 17 મી લોકસભાને રાષ્ટ્રપતિએ ભંગ કરી દીધી છે, આથી 5 જુલાઇ સુધીમાં ચૂંટણીમાં હારેલા મંત્રીઓને અને સાંસદોને બંગલો ખાલી કરી દેવાની નોટિસ પાઠવવામા આવી છે.
જો કે 27 માર્ચ 2023ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વાયનાડના સાંસદ પદ રદ થતો ચુકાદો કોર્ટ દ્વારા આવ્યા બાદ રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તે સમયે ભાજપના ઘણા મોટા નેતાઓએ આ બાબતે ઉગ્ર અવાજે નિવેદનો આપ્યા હતા. જો કે આ ચૂંટણીમાં ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરતાં પોતે જ બંગલો ખાલી કરવાની સ્થિતીએ આવી ઊભા છે. કહેવાય છે કે સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય નહિ બળવાન.