માલદીવ્ઝ નહીં પણ આ દેશ બન્યો Diwali Vacationમાટે ભારતીય પર્યટકોની પહેલી પસંદ…
દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વેકેશન પર જનારાઓએ પણ પોતાનું વેકેશન પ્લાન કરી જ દીધું હશે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે પહેલાં લોકો દિવાળી વેકેશન પર માલદીવ ફરવાનું વધારે પસંદ કરતાં પરંતુ હવે માલદીવના બદલે સિંગાપુર લોકોની પહેલી પસંદ બની ગયું છે. સિંગાપુર જનારા ઈન્ડિયન ટુરિસ્ટની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. 2024ના પહેલાં નવ મહિનાની વાત કરીએ તો માલદીવ કરતાં સિંગાપુર જવાનું પસંદ કરનારા પર્યટકોની સંખ્યામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: હવે આ દેશ આપી રહ્યો છે ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી
સિંગાપુરની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે સિંગાપુર ફરવા આવનારા પર્યટકોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ઈન્ડોનેશિયા, ચીન બાદ હવે ઈન્ડિયન ટુરિસ્ટ સિંગાપુર ફરવાનું પણ પસંદ કરવા લાગ્યા છે.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2023માં 10 લાખથી વધુ ભારતીય પર્યટકોએ સિંગાપુરની મુલાકાત લીધી હતી અને આ વખતે પહેલાં નવ મહિનામાં જ સિંગાપુર આવનારા પર્યટકોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આ આંકડો 8,98,180 પર પહોંચી ગયો છે. હજી તો બે મહિના બાકી છે જેને કારણે આ આ આંકડો હજી વધશે એવી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Taj Mahal જનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, પર્યટકો હવે સાથે નહીં લઈ શકે…
સત્તાવાર આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીય પર્યટકો મોટી સંખ્યામાં માલદીવ્ઝ ફરવા જતા હતા, પરંતુ હવે રેંકિંગમાં છઠ્ઠા નંબર પર આવી ગયું છે. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધી 77,326 પર્યટકોએ માલદીવની મુલાકાત લીધી હતી. જ્યારે 2023માં આ સંખ્યા 2,09,198 જેટલી હતી.
ડેટામાં એવું પણ જોવા મળ્યું હતું કે ભારતીય પર્યટકો માલદીવમાં સરેરાશ 7.7 દિવસ વિતાવે છે. પરંતુ માલદીવ અને ભારત વચ્ચે ઊભા થયેલાં તણાવને પગલે લોકોએ માલદીવ કરતાં સિંગાપુર અને અન્ય ટુરિસ્ટ ડેસ્ટિનેશનને વધારે પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું છે.