નવા વર્ષે નથી મળી રહી રજા? આ રીતે સ્વાગત કરો New Yearનું…
નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે અને દુનિયાભરમાં લોકો નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કામને કારણે અમુક લોકોને રજા નથી મળતી આવા સંજોગોમાં મૂડ ઓફ થાય એ ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ધાસ્સુ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેનો ફોલો કરીને તમે નવા વર્ષની ઊજવણી કરી શકો છો.
નવું વર્ષ આપણા માટે એક નવી આશા લઈને આવે છે અને એનું સ્વાગત કરવા માટે આપણે ઉત્સાહિત હોઈએ છીએ. અહીં આપેલી ટિપ્સને ફોલો કરીને તમે તમારી જવાબદારી પણ સારી રીતે નિભાવી શકશો અને નવા વર્ષને હસી-ખુશીથી આવકારી પણ શકશો, આવો જોઈએ શું છે આ ટિપ્સ…
ડિનર ડેટ પર જાવ…
ભલે તમારી પાસે 31મી ડિસેમ્બર કે પહેલી જાન્યુઆરીના દિવસના ભાગમાં સમય ના હોય. પણ તમે રાતે આઠ વાગ્યા પછી સમય કાઢીને પરિવાર કે મિત્રો સાથે એક સરસમજાની ડિનર ડેટ પર જઈ શકો છો. આ સાથે જ તમે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો.
મિત્રો સાથે હાઉસપાર્ટી કરો…
જો તમારી પાસે બહાર કશે જવાનો સમય નથી તો તમે ઘરે પણ નવા વર્ષની ઊજવણી મિત્રો સાથે કરી શકો છો. તમે મિત્રો કે પરિવારના સભ્યોને ઘરે બોલાવી સકો છે અને તેમની સાથે સરસ મજાનું જમવાનું અને ગેમ્સ, મ્યુઝિક વગેરે એન્જોય કરી શકો છો.
કોઈ ઈવેન્ટ જોઈન્ટ કરી લો
નવા વર્ષે બહાર વેકેશન પર જવાનો પ્લાન નથી બની રહ્યો તે તમે નવા વર્ષે થઈ રહેલી ઈવેન્ટ્સ કે કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, એટલે તમે નવા વર્ષની ઊજવણી માટે કોઈ પાર્ટી કે ઈવેન્ટ્સનો હિસ્સો બની શકો છો.
ઘરે જ ઉઠાવો મૂવીની મજા…
જો મિત્રો કે ફેમિલી સાથે કોઈ સેલિબ્રેશનનો પ્લાન નથી બની રહ્યો તો તમે ઘરે બેઠા જ કોઈ સરસમજાની મૂવીઝ કે વેબસિરીઝ જોઈને પણ નવા વર્ષનું સેલિબ્રેશન કરી શકો છો. તમે પહેલાંથી જ તેની યાદી તૈયાર કરી શકો છો અને જોઈએ તો એની સાથે સાથે તમે સરસ મજાનું ફૂડ પણ ઓર્ડર કરી શકો છો.
ઓફિસ કલીગ્સ સાથે સેલિબ્રેશન કરો…
કામ માટે તમે જો તમે આઉટ સ્ટેશન રહો છો તો તમે પરિવારથી દૂર ઓફિસના કલીગ્સ સાથે પણ નવા વર્ષનું સેલિબ્રેશન કરી શકો છો અને તમે ઓફિસ પછી આ કલીગ્સ સાથે ડિનર કે પાર્ટીનો પ્લાન બનાવી શકો છો.