10-20 નહીં બૉલીવૂડની આ અભિનેત્રી પાસે છે સેંકડો જોડી શૂઝ, વીડિયો વાઇરલ
મુંબઈ: ફિલ્મી અભિનેત્રી પાસે જુદી જુદી બ્રાન્ડના સેંકડો કપડાં, બુટ અને મેકઅપ હોય છે. અભિનેત્રીઓ તેમના વોડરોબની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તાજેતરમાં બૉલીવૂડની બોલ્ડ અભિનેત્રી નુશરત ભરૂચાએ ઘરની સફાઈ કરતી વખતે તેના બુટ અને હિલ્સનું કલેક્શન લોકોને બતાવ્યું હતું. તમને નવાઈ લાગશે કે એમાં શું નવાઈની વાત છે? નુશરત પાસે 10-20 જોડી બુટ હશે, પણ એવું નથી. નુશરતના બુટ અને હિલ્સના કલેક્શનને જોઈને તમે પણ કહેશો કે આ તો બુટની ફેક્ટરી છે.
નુશરત ભરૂચા તેની પર્સનલ લાઈફ સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં નુશરતે તેના શૂઝ કલેક્શનનો વીડિયો તેની ઇનસ્ટાગ્રામની સ્ટોરી પર શેર કર્યો હતો, જેનો વિડીયો હવે વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નુશરતે તેની પાસેના દરેક બુટ અને હિલ્સને એક સાથે ગોઠવીને રાખ્યા છે. જોકે તેના આ કલેક્શનને જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
આપણ વાંચો: લાંબા સમય પછી બોલ્ડ અભિનેત્રી નિયા શર્માને મળ્યો નવો પ્રોજેક્ટ
સોશિયલ મીડિયા પર નુશરતના શૂઝ અને હિલ્સ કલેક્શનના વાઇરલ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વાઇરલ વીડિયો પર લોકો મસ્ત મજાની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે અને મારી મમ્મી મને કહે છે કે મારી પાસે ઘણા બધા બુટ છે. તો બીજા એ લખ્યું કે હવેથી હું પણ આવું જ કલેક્શન રાખીશ. આ વીડિયોમાં ‘નુશરત પાસે કેટલા બુટ છે તમે ગણ્યા હોય તો કમેન્ટમાં જણાવો’, એવી કેપ્શન આપવામાં આવ્યું છે.
હાલમાં વાઇરલ થતાં આ વીડિયો બાબતે જણાવવામાં આવ્યું છે કે નુશરતે ઘરની સાફસફાઇ કરવા દરમિયાન તેની ટીમના અમુક લોકોને મદદ માટે બોલાવ્યાં હતા. આ દરમિયાન નુશરતે તેના સ્ટાફને પોતાનું કલેક્શન બતાવ્યું હતું. નુશરતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘અકેલી’, ‘સેલ્ફિ’ સાથે અનેક ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે.