નેશનલ

નોયડામાં 24 કલાકમાં 14નાં મોત, કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

જૂન મહિનો અડધો પૂરો થઇ ગયો હોવા છતાં વરસાદની મહેર થઇ નથી ત્યારે ગરમી હજી પણ દેશના અનેક ભાગોમાં કાળો કેર વરસાવી રહી છે. આવી પરિસ્થિતિમાં નોયડાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોયડામાં છેલ્લાં 24 કલાકમાં 14 લોકોના મૃત્યુ હતા અને તેમના મૃત્યુ હીટ સ્ટ્રોક-લૂના કારણે થયા હોવાનો અંદાજ છે. જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ પછી જ જાણવા મળશે, તેમ સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રાજધાની દિલ્હીથી સાવ નજીક આવેલા નોયડામા મંગળવારે 14 મૃતદેહો શંકાસ્પદ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં લવાયા હતા. આ બધાના મોત ભીષણ ગરમીના લીધે હીટ સ્ટ્રોક-લૂ લાગવાથી થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ પછી જ જાણી શકાશે, તેમ સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. મોતનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ ન હોવા છતાં 14 લોકોના મૃત્યુના અહેવાલના કારણે સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં આજે હીટ સ્ટ્રોકથી 2 લોકોનાં મોત, રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 16 લોકો મોતને ભેટ્યા

ઉલ્લેખનીય છે કે આખા ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેના કારણે મૃત્યુ થયાની ઘટના પણ છેલ્લાં અમુક દિવસોમાં નોંધાઇ છે. જોકે ફક્ત 24 કલાકમાં 14 જણના મૃત્યુ થતા હાહાકાર મચી ગયો હતો. અમુક મૃતદેહો પોલીસને બિનવારસ પરિસ્થિતિમાં મળી આવ્યા હતા તો અમુક લોકોના અચાનક મૃત્યુ થયા બાદ તેમના કુટુંબીજનો તેમને હોસ્પિટલ લઇ આવ્યા હતા.

આશ્ર્ચર્યની વાત એ છે કે આમાંથી કોઇપણ મૃતદેહના શરીર પર ઇજાના કોઇપણ નિશાન મળી આવ્યા નહોતા અને તેના જ કારણે તેમના મૃત્યુ હીટ સ્ટ્રોકના કારણે થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button