નેશનલ

પીને વાલે કોઃ નોએડામાં દારુ પીનારા માટે ‘બમ્પર’ ઓફર, લોકો તૂટી પડ્યાં…

નોએડાઃ યુપીમાં દારુ પીનારા માટે એક આનંદના સમાચાર જાણવા મળ્યા છે અને દારુ ખરીદવા ઈચ્છતા હો તો નોએડાની અમુક દુકાનોદારોએ બમ્પર ઓફર આપી છે. નોએડામાં અમુક દારુની દુકાનવાળાએ એક પર એક બોટલ આપવાની બમ્પર ઓફરને કારણે દારુની દુકાનો પર જોરદાર લોકોની ભીડ જામી રહી છે.

સરકારના નિયમને કારણે દુકાનદારોની નવી ઓફર
ઉત્તર પ્રદેશના એક્સાઈઝ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થઈ રહ્યું છે, તેથી સરકારના નિયમો અનુસાર દારુના દુકાનદારોએ રાતના બાર વાગ્યા સુધી પોતાના સ્ટોક પૂરો કરવાનો રહેશે નહીં તો સરકારના સ્ટોકમાં જમા કરવાની રહેશે અને એના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. એને કારણે દારુ પીનારા ગ્રાહકો માટે એક પર એક બોટલ આપવાની જાહેરાત કરી છે. આ ઓફરને કારણે સમગ્ર લોકો દારુ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, લોકો દારુની બોટલ નહીં, પણ પેટીઓ ખરીદવા માટે તૂટી પડ્યા છે.

નોએડા સેક્ટર અઢારમાં લોકોની જોરદાર ભીડ જામી
નોએડા સેક્ટરના અઢાર અને અન્ય વિસ્તારની દારુની દુકાનોમાં જોરદાર લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો બોટલ ખરીદી રહ્યા નથી, પરંતુ પેટીઓ ખરીદી રહ્યા છે. અગાઉ લોકોને દિલ્હીમાં એક પર એક ફ્રીની ઓફર મળી છે, પરંતુ હવે લોકોને નોએડામાં પણ ઓફર મળવાથી લોકોમાં દારુ ખરીદવા માટે લોકોમાં ઉત્સાહ વધ્યો છે.

આ પણ વાંચો : Bihar વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર બાદ પુત્રી રોહિણીએ સીએમ નીતિશ કુમારને આપ્યો આ જવાબ…

સ્ટોક પૂરો કરવાને કારણે દુકાનદારોએ પોતે નિર્ણય લીધો
જોકે, એવું પણ કહેવાય છે નોએડાના તમામ દુકાનોમાં આ ઓફર ઉપલબ્ધ નથી. ફક્ત અમુક દુકાનોમાં ઓફર આપવામાં આવી છે. એક્સાઈઝ વિભાગના અહેવાલ અનુસાર આ દુકાનદારોએ પોતાની મેળે નિર્ણય લીધો છે, જેથી વહેલામાં વહેલી તકે પોતાનો સ્ટોક પૂરો થાય. હવે દુકાનદારો જ આકર્ષક ઓફર આપે તો લોકો એક નહીં પણ બબ્બે બોટલ પીવાની તક ગુમાવશે નહીં. એટલે જાણીતું ગીત છે પીને વાલે કો પીને કા બહાના ચાહિયેના માફક લોકો મોજથી પીશે એટલું નક્કી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button