ટોપ ન્યૂઝનેશનલ

વક્ફ બોર્ડ બિલ પર JPCની બેઠક બાદ પણ ઉકેલ નહિ! વિપક્ષ દ્વારા બિલ રદ્દ કરવાની માંગ

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલ વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 પર ગૃહમાં ભારે હંગામાં બાદ સરકારે બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં મોકલવાનો નિર્ણય કર્યો હતો. વક્ફ (સુધારા) બિલ પર સંસદની સંયુક્ત સમિતિની આજે ગુરુવારે પ્રથમ વખત મળી હતી જ્યાં લઘુમતી બાબતો અને કાયદા મંત્રાલય દ્વારા કાયદાના ડ્રાફ્ટમાં સૂચિત વિવિધ સુધારાઓ વિશે માહિતી આપી હતી.

વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 પર ચર્ચા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની આજે ગુરુવારે 22 ઓગસ્ટ દિલ્હીમાં બેઠક મળી હતી. લગભગ છ કલાક સુધી ચાલેલી જેપીસીની બેઠકમાં મોટાભાગના સભ્યો લઘુમતી બાબતોના મંત્રાલયની રજૂઆતથી અસંતુષ્ટ દેખાયા હતા. વિપક્ષી સભ્યોએ બેઠકમાં આને મુદ્દો બનાવ્યો હતો અને કહ્યું હતું કે મંત્રાલયના પ્રતિનિધિઓ પોતે તૈયારી સાથે નાથી આવ્યા અને તેઓ ચર્ચા દરમિયાન વાતોને સમજાવી પણ નથી શક્યા.

આ પણ વાંચો: …તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી

આ દરમિયાન મોડી સાંજે સૂત્રોએ જણાવ્યું હતું કે હવે કોઈપણ વ્યક્તિ વક્ફ બોર્ડ બિલ અંગે જેપીસીને સૂચનો આપી શકશે. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે સરકારને આ અંગે જાણકારી આપી છે. આગામી સમયમાં લોકોને સૂચનો આપવા માટે એક જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.

સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં વકફ સુધારા બિલ 2024 પર ચર્ચા કરતી વખતે વિરોધ પક્ષોના સાંસદોએ અનેક મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિપક્ષી સાંસદોએ કહ્યું, “આ કાયદો ધાર્મિક સ્વતંત્રતા, સમાનતાની સમાનતા, કલમ 26 અને અન્ય ઘણા કાયદાઓનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.” વિપક્ષના સાંસદોએ બિલને ફગાવી દેવાની હાકલ કરી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ બેઠકમાં સુધારા બિલને ફગાવી દીધું હતું. 2024 વક્ફ સુધારા બિલ પર સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો