Nepal PM Oli heads to China on first visit
ઇન્ટરનેશનલનેશનલ

નેપાળના પીએમ પરંપરા તોડીને ભારત પહેલા કેમ જશે ચીન? જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ નેપાળના વડાપ્રધાન કેપી ઓલી શર્મા ભારત પ્રવાસ પહેલી ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. પીએમ તરીકે તેનો આ પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસ છે. ઓલીએ પરંપરા તોડીને ભારતના બદલે ચીન જઈ રહ્યા છે. અત્યાર સુધી પરંપરા એવી રહી છે કે નેપાળના વડાપ્રધાન તેમનો પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસ ભારતથી જ કરે છે.

Also read: પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…

ભારત સાથેના સંબંધ પર શું પડશે અસર

નેપાળ અને ભારતના સંબંધ પર શું અસર પડશે તેનો જવાબ આપતાં એક્સપર્ટ કહે છે કે, નેપાળે ભારત અને ચીન બંને સાથે સારા સંબંધ રાખવા જોઈએ. જો ભારત સાથે કોઈ મુદ્દો હોય તો તેને ઉકેલવો જોઈએ. તેમણે કહ્યું કે, આ સરકારે ભારત સાથે સંબંધ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

એક્સપર્ટનું કહેવું છે કે, આપણા અને ભારતીયોના પરસ્પર સારા સંબંધ છે અને આપણી સરકારે તેનું મહત્વ સમજવું જોઈએ. ઑલીએ નેપાળમાં એક કોન્કલેવમાં કહ્યું કે, ભારત સાથે અમારા સંબંધો પર નકારાત્મક અસર પડે તેનું કોઈ કારણ નથી. હું ભારત નહીં જાવ તેવું ક્યારેય કહ્યું નથી.

Also read: મોંઘવારીના માર વચ્ચે ગુજરાતથી કાંદાની નિકાસ શરૂઃ મલેશિયાએ આપ્યો ઓર્ડર

નેપાળના પીએમ ઓલી પહેલા ભારત જવામાં રસ દાખવતા હતા પરંતુ ભારત તરફથી નિમંત્રણ મળ્યું નહોતું. ઉપરાંત પીએમ મોદીના પણ નેપાળ પ્રવાસ પર જવાને લઈ કોઈ સંકેત મળ્યો નહોતો. નેપાળના પીએમ પરંપરા તોડીને રાષ્ટ્રવાદી લોકોને સંદેશ આપવા માંગે છે કે ચીનની લીડરશીપ પણ ઓલીને આમંત્રણ આપવા આતુર હતી. નેપાળને ચીન સાથે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ લઈ જે દુવિધા છે, તેના પર વાત કરવી છે. ઉપરાંત પોખરા એરપોર્ટ માટે ચીન પાસેથી જે લોન લીધી છે તેને ગ્રાન્ટમાં કન્વર્ટ કરવાની વાત કરવાની છે. આ દ્રષ્ટિએ તેઓ ભારત પહેલા ચીન જઈ રહ્યા છે.

Back to top button