ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતના મિત્ર દેશોને કોઈ દેશ દબાવી શકશે નહીંઃ સંરક્ષણ પ્રધાન
પણજી: ભારતીય નૌકાદળએ સુનિશ્ચિત કર્યું છે કે જબરજસ્ત આર્થિક અને લશ્કરી શક્તિ ધરાવતો કોઈ પણ દેશ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતના મિત્ર દેશોને દબાવી શકશે નહીં, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.
નૌકાદળની તત્પરતાને કારણે ભારત તેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યું છે અને હિંદ મહાસાગરમાં સહયોગી દેશોને સંપૂર્ણ મદદ પૂરી પાડી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
સિંહે ગોવાની રાજધાની પણજી નજીક નેવલ વોર કોલેજના નવા વહીવટી ભવનનું ઉદ્ઘાટન કર્યા પછી એક સભાને સંબોધતા કહ્યું હતું કે આપણે સુનિશ્ચિત કર્યું છે કે હિંદ મહાસાગરમાં કોઈનું વર્ચસ્વ નથી. આ પ્રસંગે, તેમણે કર્ણાટકમાં કારવાર ખાતે સી બર્ડ નેવલ બેઝ ખાતે એરક્રાફ્ટ કેરિયર પિઅર અને સહાયક જહાજ પિઅરનું વર્ચ્યુઅલ રીતે અનાવરણ કર્યું હતું.
એમણે વધુમાં જણાવ્યું હતું કે આપણું નૌકાદળ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ દેશ તેની જબરજસ્ત આર્થિક અને સૈન્ય શક્તિ સાથે આપણા મિત્ર દેશોને દબાવી ન શકે અથવા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેમના સાર્વભૌમત્વને કચડી ન શકે.
સિંહે કહ્યું હતું કે નૌકાદળની તત્પરતાને કારણે ભારત તેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યું છે અને હિંદ મહાસાગરમાં સહયોગી દેશોને સંપૂર્ણ મદદ કરી રહ્યું છે. હિંદ મહાસાગરમાં આપણા નૌકાદળની હાજરી ત્યાં આપણા બાકીના સાથીઓને કોઈપણ દબાણમાં આવતા અટકાવે છે.