આ જ નિયમોના ઉલ્લંઘન પર ભાજપ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીંઃ પ્રિયંકા ગાંધી વાડ્રા
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને આયકર વિભાગ તરફથી 3500 કરોડ રૂપિયાથી વધુના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસનો હવાલો આપતા તેમણે દાવો કર્યો હતો કે આ જ નિયમોના ઉલ્લંઘન કરવા પર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે કોંગ્રેસ પર 4600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમણે સવાલ કર્યો છે કે જે નિયમ કોંગ્રેસ પર લાગૂ કરવામાં આવ્યો છે તેજ નિયમ ભાજપ પર લાગૂ કેમ નથી થતો.
લોકસભાની ચૂંટણીના પહેલા ફરી કોંગ્રેસને આયકર વિભાગ તરફથી નોટિસ મળી છે. જેના થકી વર્ષ 2014-15થી 2016-17 માટે 1745 કરોડ રૂપિયા ટેક્સની માગ કરવામાં આવી છે. આયકર વિભાગ તરફથી અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસે 3567 કરોડ રૂપિયાના ટેક્સની માગ કરવામાં આવી છે. કોંગ્રેસ પર આરોપ છે કે 1994-95માં, પછી 2014-15 અને 2016-17માં પાર્ટીના ખાતામાં નેતાઓ કાર્યકર્તાઓએ કેટલાક પૈસા જમા કરાવ્યા હતા, જેની તમામ જાણકારી પહેલાથી જ આયકર વિભાગને આપવામાં આવી છે.
આ પણ વાંચો : Dharamvir Gandhi Joins Congress: કચ્ચાથીવુ ટાપુ વિવાદ મુદ્દે કોંગ્રેસનો ટોણો, ‘PM મોદી હોમવર્ક કરીને આવે’
તેમણે કહ્યું કે સરકાર કોંગ્રેસ પર જાણકારી ના આપવાની મનમાની કરવાનો આરોપ થોપી રહી છે. કોંગ્રેસને સજા મળી તથા તેમના ખાતામાંથી આયકર વિભાગે 135 કરોડ રૂપિયા કાઢી લીધા, 3567 કરોડ રૂપિયાના દંડની નોટિસ આપી અને કોંગ્રેસના બેન્ક ખાતા પણ બંધ કરી દીધા. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો છે કે ભાજપના પૈસાનો જે હિસાબ-કિતાબ ચૂંટણી પંચની વેબસાઈટ પર છે, તે મુજબ 2017-18માં 1297 લોકોએ નામ સરનામા વિના, કોઈપણ જાણકારી વિના ભાજપને 42 કરોડ રૂપિયા આપ્યા હતા. ભાજપની આ બેનામી રોકડની આયકર વિભાગને ન કોઈ વિરોધ છે ન તો કોઈ કાર્યવાહી થઈ છે.
આ પણ વાંચો : જેલથી સરકાર ચલાવશે કેજરીવાલ? તિહારના પૂર્વ પીઆરઓએ આપ્યો આવો જવાબ
આયકર વિભાગ દ્વારા પાઠવાયેલી નોટિસના પગલે હાલ કોંગ્રેસને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટે બાંહેધરી આપી છે કે જ્યાં સુધી લોકસભાની ચૂંટણી છે ત્યાં સુધી પૈસાની રિકવરીને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેંચે આ મામલા પર સુનાવણી કરી હતી. આયકર વિભાગ તરફે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. હવે 24 જુલાઈએ આ મામલાની સુનાવણી થશે.