નેશનલ

નીતીશના આ પ્રધાને જી-20 સમિટ માટે કર્યો બફાટ…

નવી દિલ્હી: ભારતમાં જી-20 સમિટમાં દેશના પણ ઘણા મોટા મહાનુભાવોને બોલાવવામાં આવ્યા છે તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેમના જ એક પ્રધાનના જી-20ને લઇને બફાટ કરવાના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિહારના સમાજ કલ્યાણ પ્રધાન મદન સહનીએ કહ્યું હતું કે જી-20 સમિટએ સમયની બરબાદી છે. અને વડા પ્રધાન મોદીને એક અસફળ નેતા ગણાવ્યા હતા. અને કહ્યું કે વડા પ્રધાને છેલ્લા નવ વર્ષમાં દેશ માટે શું કર્યું છે તે ફક્ત વિદેશોમાં ગયા અને જી-20ની સમિટ કરી અને આ તમામ બાબતોમાં આપણા દેશનો સમય વેડફાય છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં વડા પ્રધાન વિદેશોમાં ફરતા રહ્યા અને તેનો આપણને શું ફાયદો થયો. આ વાત પર હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાગઠબંધનના નેતાઓ સહનીના આ નિવેદનને યોગ્ય ગણાવી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રવક્તા કુંતલ કૃષ્ણએ જવાબ આપતા કહ્યું કે સહનીને ખબર પણ છે કે જી-20 સિમટ શું છે? અને વડા પ્રધાન આપણા દેશ માટે શું કરી રહ્યા છે.

RJDના પ્રવક્તા એજાઝ અહેમદે પણ ભાજપ પર જી-20 કોન્ફરન્સની આડમાં રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. જેડીયુના પ્રવક્તા અભિષેક ઝાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે નવી નવી યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. G20માં સમાવિષ્ટ તમામ દેશોને ઈવેન્ટનું આયોજન કરવાની તક મળે છે. આ વખતે ભારતને તક મળી પરંતુ તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એ રીતે કરવામાં આવી રહ્યું છે. જાણે કે આ બધું પીએમ મોદીના કારણે શક્ય બન્યું છે. અને ભાજપની આ જ નીતિ રહી છે. ત્યારે કાંગ્રેસના નેતા અસિતનાથ તિવારીએ પણ આવો જ બફાચ કરતા કહ્યું કે વડા પ્રધાન મોદીના અવનવી નિતીઓના કારણે આજે દેશ અને રાજ્યો નષ્ટ થઇ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button