જાતિ આધારિત ગણતરી પર નીતીશે રાહુલ ગાંધીને આડે હાથ લીધા, કહ્યું ‘કામ મે કર્યું અને ક્રેડિટ એ લઈ જાય…?’
પટણા: જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને નીતીશ કુમારે વિરોધી પક્ષો પર પ્રહાર કર્યા છે. આજે પટણામાં પત્રકારો સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, જે લોકો આ વાતની ક્રેડિટ લઈ રહ્યા છે તેઓ શું તે વખતે હતા જ્યારે અમે તેની (જાતિ આધારિત ગણતરીની) સૌથી પહેલા વાત કરી હતી. આનાથી વધુ કોઈ મોટી ફાલતુ ચીજ નથી. નીતીશ કુમારે તેની વાતમાં આગળ કહ્યું હતું કે જે લોકો જે રીતે વાત કરે છે તે બધી ફાલતુ વાત છે.
નીતીશનું કહેવું છે કે આ બાબતને લઈને વડાપ્રધાન સાથે પણ વાત થઈ હતી અને PMએ પણ કહ્યું હતું કે હાલ નહીં પછી જોઈ લેશું. નીતીશે વધુમાં જણાવ્યુ હતું કે પોતાના આ કામની ક્રેડિટ બીજા લોકો લઈ રહ્યા છે. જેટલી પણ ભરતી કરવામાં આવી છે તે અમારા દ્વારા જ કરવામાં આવી છે. ખાસ આ વાતમાં કોઈનું નામ લીધા વગર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા હતા.
પત્રકારો સાથે વાત કરતાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે જેટલું કામ નીતીશ કુમારે 17 વર્ષમાં નથી કર્યું તેટલું કામ 17 મહિનામાં કરી દીધું છે. જ્યારે નીતીશે આ દાવાઓને ફાલતુ ગણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મહાગઠબંધનના સહયોગીઓના દબાણમાં જાતિ સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જેના પછી તેઓ ખુદ ફસાયેલા મેહસૂસ કરવા લાગ્યા.
પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા રાહુલે જેડીયુ પ્રમુખ પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમારે (લોકોએ) સમજવાની જરૂર છે કે કોંગ્રેસ અને આરજેડી (મહાગઠબંધનના સૌથી મોટા ઘટક) દ્વારા જાતિ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પછી , નીતીશ કુમાર ખુદને ફસાયેલા અનુભવતા હતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને બહાર નીકળવાનો રસ્તો આપ્યો હતો.
ભાજપની સાથે નીતીશ કુમારે નવી સરકાર બનાવ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમારે હાલ કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરવા નથી માંગતા. પરંતુ એ વાત સાચી છે કે જે કામ RJD સાથે રહીને થયું છે તે કામ ભાજપ અને નીતીશ કુમાર વિચારી પણ નહીં શકે. તેને દાવો કર્યો હતો કે જે કામ નીતીશે 17 વર્ષમાં નથી કર્યું તે કામ અમે માત્ર 17 મહિનાની સરકારમાં કરીને બતાવી દીધું છે.