
પટણા: બિહારમાં નવી સરકારની રચનાની ઔપચારીક પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિશ કુમાર સોમવારે પદ પરથી રાજીનામું આપશે જેથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો બની જાય. સોમવારે અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા બાદ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને રાજીનામું સોંપશે. ત્યારબાદ તેઓ પાર્ટીની બેઠકમાં ભાગ લેશે કે જેમાં તેઓ જેડીયુના ચૂંટાયેલા 85 ધારાસભ્યો આગળની રણનીતિ નિર્ધારિત કરશે.
૮૯ ધારાસભ્યો સાથે સૌથી મોટી NDA પાર્ટી ભાજપ, રવિવાર અથવા સોમવારે સરકારની રચના અંગે ઔપચારિક નિવેદન જારી કરે તેવી સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપની જાહેરાત બાદ તરત જ, NDA ધારાસભ્યો નીતિશ કુમારને તેમના નેતા તરીકે ચૂંટશે, જેનાથી મુખ્ય પ્રધાન તરીકે તેમની ફરીથી ચૂંટણી લગભગ નિશ્ચિત થઈ જશે. NDAના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બુધવાર અથવા ગુરુવારે થવાની સંભાવના છે.
પટણામાં દિવસભર રાજકીય દોડધામ
શનિવાર સવારથી જ નીતિશ કુમારના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અને LJP(RV)ના વડા ચિરાગ પાસવાને તેમની સાથે મુલાકાત કરી હતી અને નવી સરકાર અંગે ચર્ચા કરી હતી.
NDA સાથી પક્ષોના બે ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓ, જેમાં લલ્લન સિંહ, સંજય ઝા, વિજય કુમાર ચૌધરી, શ્યામ રજક, નીતિન નવીન, કૃષ્ણ કુમાર મન્ટુ અને ઉમેશ સિંહ કુશવાહાનો સમાવેશ થાય છે, તેમણે પણ નીતિશ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો…ભાજપે સાથ આપ્યો તો નીતિશ કુમાર બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ, આ પહેલા માત્ર આ વ્યક્તિ જ…



