જણ ગણ મન વખતે નીતીશ કુમારે આ શું કર્યું કે વીડિયો થયો વાઇરલ…

પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાને એક જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોવાનો વીડિયો વીડિયો વાઇરલ થયો છે. કાર્યક્રમમાં રાષ્ટ્રગીતમાં તેઓ તેમની બાજુમાં ઉભેલા મુખ્ય સચિવ દીપક કુમારને વારંવાર અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમની આ હરકતને લઈને લોકો નારાજ થયાં છે. આ વીડિયોને લઈને નીતીશ કુમારને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: નક્સલ મુક્ત ભારત: કમાન્ડરને શોધવા માટે આર્મી 125 ગામ ખૂંદી વળી
રાબડી દેવીએ નીતીશ કુમારને ગૃહમાં માફી માંગવા કહ્યું
નોંધનીય છે કે, રાષ્ટ્રગીતનું અપમાન કરવા મામલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ નીતીશ કુમારને ગૃહમાં માફી માંગવા કહ્યું છે. વિધાન પરિષદમાં ભારે હોબાળો થયો હતો જેના કારણે વિધાનસભામાં બજેટ સત્રની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં કરવામાં આવી છે. રાબડી દેવીએ બિહાર વિધાનસભામાં કહ્યું કે નીતીશ કુમાર માનસિક રીતે બીમાર છે. આ અંગે વિધાન પરિષદના અધ્યક્ષે કહ્યું કે તે માનસિક રીતે અસ્થિર છે એમ કહેવું યોગ્ય નથી.
આ અપમાન ભાજપ-જેડીયુ અને તેના સાથી પક્ષોની સંમતિથી થયુંઃ તેજસ્વી યાદવ
નીતીશ કુમારનો ભારે વિરોધ થઈ રહ્યો છે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પણ તેમનો વિરોધ કર્યો છે. પોસ્ટ કરતા લખ્યું કે, ‘રાષ્ટ્રગીતનું અપમાન ફક્ત નીતીશ કુમાર દ્વારા જ નહી, પરંતુ એક એવા નેતા દ્વારા કરવામાં આવ્યું છે જે રાજ્યના મુખ્ય પ્રધાન હોવા ઉપરાંત, બિહાર એનડીએના ટોચના નેતા પણ છે. એનો અર્થ એ થયો કે આ અપમાન ભાજપ-જેડીયુ અને તેના સાથી પક્ષોની સંમતિથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.’
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ નીતીશ કુમારનો વિરોધ કરતા લખ્યું કે, “નીતીશ કુમાર હોશ ગુમાવી ચૂક્યા છે, આ એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. તેઓ રાષ્ટ્રગીતનું અપમાન કરી રહ્યા છે. નીતીશ કુમાર હવે મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસવાને લાયક નથી.”
સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે લખ્યું કે, રાષ્ટ્રગીતનું સન્માન કરવું એ દેશનું સન્માન છે. દરેકે તેનું સન્માન કરવું જોઈએ. જ્યારે લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, ત્યારે દેશને ત્રિરંગો અને રાષ્ટ્રગીત મળ્યું છે.
આ પણ વાંચો: વિવાદાસ્પદ નેતાઓથી કોંગ્રેસ ક્યાં સુધી રાખશે અંતર, બેવડા વલણને લઈ નેતાઓ અસમંજસમાં?
ચોંકાવનારી વાત એ છે કે, ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર નીતીશ કુમારના સમર્થનમાં આવ્યાં છે. હરિભૂષણે કહ્યું કે, રાષ્ટ્રગીતનું કોઈ અપમાન થયું નથી. આ સાથે જેડીયુના એમએલસી નીરજ કુમારે તેજસ્વી યાદવ પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, પરિવારવાદના લોકો નીતીશ કુમારના રાષ્ટ્રવાદી હોવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. નીતીશ કુમાર એક સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર છે, લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે, લાલુ યાદવ બીમાર છે. નીતીશ કુમાર બીમાર નથી.