પહેલા વારાણસીમાં રેલી, પછી દિલ્હીમાં બેઠક, તો શું નીતીશ કુમાર પીએમ મોદી વિરુદ્ધ….

પટણા: 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અત્યારે ઘણા કાર્યરત જોવા મળી રહ્યા છે. તેનું એક કારણ એવું પણ છે કે યુપીના વારાણસીમાં 24 ડિસેમ્બરે તેમની રેલી છે તો પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 29 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. જેમાં લોકસભાની ચૂંટણી માટે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા યોજાશે.
પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અફાક અહેમદ ખાને 13 ડિસેમ્બરના રોજ આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહએ 29 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં સવારે 11:30ના સુમારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. ત્યારે પાર્ટીના સર્વોચ્ચ નેતા, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો આ બેઠકમાં હાજરી આપશે. દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન ભારતીય ગઠબંધન નીતિશ કુમાર કયા નેતાઓને મળશે તે હજુ સ્પષ્ટ નથી.
ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારને યુપીની ઘણી લોકસભા સીટો પરથી ચૂંટણી લડવાની ઓફર મળી છે. ચૂંટણીના પ્રચાર માટે મોદીના ગઢ વારાણસીમાં નીતીશ કુમારની રેલીનું સંબોધન કરશે. જ્યારથી રેલીની જાહેરાત થઇ ચે. ત્યારથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના ધારાસભ્ય નીરજ કુમાર બબલુએ કહ્યું હતું કે બનારસ જવાનો અર્થ એ છે કે નીતીશ કુમાર માત્ર મીડિયામાં આવવા માંગે છે.
તો વળી વિપક્ષી નેતાઓના નિવેદનો પર જેડીયુ પ્રધાન જામા ખાને કહ્યું હતું કે બનારસ રેલીના કારણે ભાજપને ઠંડીમાં પરસેવો વળી રહ્યો છે. લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપનું કામ કેવું ચે અને નીતીશ કુમારની છબી વડા પ્રધાન મોજી કરતા વધારે સ્વચ્છ છે. 2024માં દેશમાં પરિવર્તન આવશે.