Top Newsનેશનલ

નીતીશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા; સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા બન્યા ડેપ્યુટી CM

પટણા: જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારે આજે, 20 નવેમ્બરના રોજ, પટણાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ આરતીફ મોહમ્મદ ખાને તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

છેલ્લા બે દાયકામાં મોટાભાગના સમય સુધી બિહારના મુખ્ય પ્રધાન રહેલા નીતીશ કુમારના શપથગ્રહણ સમારોહમાં દેશના ટોચના રાજકીય નેતાઓની હાજરી જોવા મળી હતી. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ બિહારનાં ડેપ્યુટી CM પદના શપથ શપથ લીધા હતા.

આ શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ પણ આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ અવસર પર નીતીશ કુમારની સાથે અન્ય ઘણા નેતાઓએ પણ પ્રધાન પદના શપથ લીધા હતા, જેમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર, વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે અને અન્યનો સમાવેશ થાય છે.

નીતીશ કુમારની આ દસમી વખતની મુખ્ય પ્રધાન પદની શપથવિધિ બિહારના રાજકીય ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેમના મંત્રીમંડળમાં અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની, નીતિન નવીન, રામકૃપાલ યાદવ, સંતોષ કુમાર સુમન, સુનીલ કુમાર, મોહમ્મદ જમા અને અન્ય નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શપથ લેનારા અન્ય પ્રધાનોમાં સંજય સિંહ ટાઇગર, અરુણ શંકર પ્રસાદ, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રમા નિષાદ, લખેન્દ્ર કુમાર, શ્રેયસી સિંહ, પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ અને દીપક પ્રકાશનો પણ સમાવેશ થાય છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button