‘અમારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી બને મુખ્યમંત્રી’: નીતીશ કુમારની લપસી જીભ
પટણાઃ બિહારના પટનાસાહિબ લોકસભા ક્ષેત્રમાં દનિયાવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન નીતીશ કુમારની જીભ લપસી તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બિહારની તમામ 40 બેઠકો અને દેશભરમાં 400થી વધુ સીટ જીતીએ અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બને, જેથી દેશનો વિકાસ થાય, બિહારનો વિકાસ થાય. નીતિશ કુમારે કહ્યું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે જ અને આગળ પણ રહેશે.
આ પણ વાંચો : ભરી સભામાં જીભ લપસી જતાં નિતિશ કુમારે PM મોદીના પગ પકડી લીધા? જાણો RJD નેતા તેજસ્વી યાદવે શું કહ્યું?
રેલીમાં નીતીશ કુમારે આરજેડી પર નિશાન સાધતા કહ્યું કે, આજે તેઓ કહેછે કે અમે કશું કામ નથી કર્યું, જે હળાહળ જૂઠ છે. 2005 પહેલા કોઈ ઘરમાથી નીકળવાની હિમ્મત સુદ્ધાં નહોતું કરતું. ખૂબ લડાઈ-ઝઘડા થતાં હતા. આરોગ્ય અને શિક્ષણની સેવાઓ કથળી ગઈ હતી. રસ્તાઓ બિસ્માર હતા.
તેમણે કહ્યું કે, જ્યારે હું સાંસદ હતો ત્યારે કેટલાક રસ્તાઓ હતા. બાકી બધી જગ્યાએ પગપાળા જવું પડતું હતું. મુખ્યમંત્રીએ કહ્યું, તેમણે તક મળી ગઈ પણ કોઈ કામ ના કર્યું. તેઓ અમારી વિરુદ્ધ છે એટલે બોલે છે કે અમે કોઈ કામ નથી કર્યું મુખ્યમંત્રીએ લાલુનું નામ લીધા વગર કહ્યું કે, એક માણસે 9 દીકરા-દીકરી પેદા કર્યા.હવે દીકરા-દીકરી જ કરતાં રહે છે.જ્યારે અમે તેમની સાથે ગ્યાં ત્યારે ખબર પડી કે ગડબડ કરે છે.