સીએમ નીતીશ કુમારના માનસિક સ્વાસ્થ્ય અંગે તેજસ્વી યાદવે સવાલ ખડા કર્યા

પટનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના ‘અનિયમિત’ વર્તનથી તેમના ‘માનસિક સ્વાસ્થ્ય’ અને ‘સરકાર ચલાવવાની ક્ષમતા’ અંગે નવી શંકાઓ ઊભી થઇ છે, એમ આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું.
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને હવે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમનો એક વીડિયો એક્સ પર શેર કર્યો હતો. જેમાં મુખ્ય પ્રધાને તેમના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલી હાજરી આપી હતી.
આ પણ વાંચો : એફઆઈઆરથી કોણ ડરે છે? ફરિયાદ નોંધાતા તેજસ્વી યાદવે આપ્યો જવાબ, જાણો શું છે મામલો…
યાદવે પૂછ્યું કે શું મુખ્ય પ્રધાનની માનસિક સ્થિતિ માટે તેમના નજીકના સાથીઓને દોષી ઠેરવી શકાય કે જેઓ ગઠબંધન ભાગીદાર ભાજપના કહેવા પર તેમના ખોરાકમાં નશીલા પદાર્થો ભેળવી રહ્યા છે?
બાદમાં પત્રકારો સાથે વાત કરતાં યુવા નેતાએ જણાવ્યું કે ઘણા સમયથી મુખ્ય પ્રધાન આ રીતે વર્તન કરી રહ્યા છે જે દર્શાવે છે કે તેમની માનસિક સ્થિતિ ઠીક નથી. તેમણે અન્ય મહિલાઓ ઉપરાંત મારી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માતા રાબડી દેવી વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. એક વખત રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે તેઓ મસ્તી કરતાં કેમેરામાં કેદ થયા હતા.
આ પણ વાંચો : તેજ પ્રતાપની હકાલપટ્ટી પછી તેજસ્વી યાદવે આપ્યું મોટું નિવેદન, પરિવાર સામે કરશે બળવો?
આરજેડી નેતાએ તે વીડિયો ફૂટેજને ટાંકીને જણાવ્યું કે ગઇકાલે આપણે તેમના અનિયમિત વર્તનનું વધુ એક ઉદાહરણ જોયું છે. જેમાં કુમાર હાથ જોડીને કમ્પ્યુટર સ્ક્રીન તરફ ઘૂરી રહ્યા છે.
જ્યારે વરિષ્ઠ ભાજપ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી તેમનું ભાષણ વાંચી રહ્યા છે. યાદવે કહ્યું કે એ સ્પષ્ટ છે કે મુખ્ય પ્રધાન પાસે હવે તેમની સરકાર ચલાવવાની ક્ષમતા નથી. એક સિન્ડિકેટ બધું ચલાવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેનો ભાંડાફોડ થશે.