
નવી દિલ્હી: Electoral Bond ને લઈને નિતિન ગડકરીનું (Nitin Gadkari) એક નિવેદન બહાર આવ્યું છે. તેને શુક્રવારે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ લઈ આવવાનો અમારો ઇરાદો સારો હતો. તેને જણાવ્યુ હતું કે પૈસા વગર કોઈ પણ રાજકીય પાર્ટી ચલાવવી સંભવ નથી. 2017 માં સારા ઈરાદા સાથે લાવેલી ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી દીધી છે.
એક સમાચાર સંસ્થા મુજબ, ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ કોઈ નિર્દેશ આપે છે, તો તમામ રાજકીય પક્ષોએ સાથે બેસીને ચર્ચા કરવાની જરૂર છે. ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે અરુણ જેટલી (કેન્દ્રીય નાણામંત્રી) હતા ત્યારે હું તે ચર્ચાનો ભાગ હતો (ઇલેક્ટોરલ બોન્ડ અંગે). કોઈ પણ પક્ષ સંસાધન વિના ચાલી શકે નહીં. કેટલાક દેશોમાં સરકારો રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડે છે. ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી.
ઈલેક્ટોરલ બોન્ડ અંગેના એક સવાલ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે રાજકીય પક્ષોને આર્થિક રીતે મજબૂત રાખવા માગીએ છીએ. તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ રજૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે રાજકીય પક્ષોને સીધા પૈસા મળવા જોઈએ, પરંતુ (દાતાઓના) નામ જાહેર કરવામાં આવતાં નથી કારણ કે જો સત્તામાં પક્ષ બદલાય તો તેનાથી સમસ્યાઓ સર્જાય છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે રાજકીય પક્ષોને પોતાનો બિઝનેસ ચલાવવા માટે પૈસાની જરૂર હોય છે.
તેમણે કહ્યું કે અમે પારદર્શિતા લાવવા માટે ચૂંટણી બોન્ડની આ સિસ્ટમ લાવ્યા છીએ. તેથી, જ્યારે અમે ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા ત્યારે અમારા ઈરાદા સારા હતા. જો સુપ્રીમ કોર્ટને તેમાં કોઈ ખામી જણાશે અને તેને સુધારવાનું કહેશે તો તમામ પક્ષકારો સાથે બેસીને સર્વસંમતિથી ચર્ચા કરશે. કારણ કે પૈસા વિના પક્ષો કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. ગયા અઠવાડિયે એક ઐતિહાસિક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે એપ્રિલ-મે લોકસભાની ચૂંટણીઓ પહેલા ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી.