મધ્ય પ્રદેશના બેતુલ-ઈટારસી નેશનલ હાઈવે મુદ્દે નીતિન ગડકરીએ અધિકારીઓને ઝાટક્યા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશમાં આવેલા બૈતુલમાં ઇટારસી વચ્ચે જે હાઈવે આપેલો છે તે ક્યારેક વિકાસ માટે જાણીતો હતો, પરંતુ અત્યારે આ રસ્તો લોકો માટે માથાનો દૂઃખાવો બની ગયો છે.
કારણ કે, 73 કિમીના હાઈવે પરના ખાડાઓ, અધૂરા પુલ અને ખરાબ રસ્તાઓના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યાં છે. આ સમસ્યાથી અહીંના લોકો કેટલાય વર્ષોથી પરેશાન છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી.
આપણ વાચો: સારું છે બ્રાહ્મણોને આરક્ષણ નથી મળતુંઃ નીતિન ગડકરીએ આમ કેમ કહ્યું…
માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શું કહ્યું?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જ્યારે માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી આ રોડ પરથી પસાર થયાં ત્યારે તેમને પણ આ સમસ્યાનો અનુભવ થયો હતો. જેના કારણે નીતિન ગડકરીએ સ્ટેજ પરથી જ NHAI અધિકારીઓને આડેહાથ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
શા માટે આ રસ્તાનું સમારકામ કરવામાં નથી આવતું? વધુમાં નીતિન ગડકરીએ કહ્યું કે, બેતુલ અને ઇટારસી વચ્ચેનો 8 કિમીનો રસ્તો છેલ્લા 6-7 વર્ષથી જંગલની જમીનને કારણે બંધ છે અને બેતુલથી આગળ રસ્તાની ગુણવત્તા પણ સારી નહોતી. જેના કારણે અધિકારીઓને ખરીખોટી સંભળાવી હતી. એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરોનો દર મહિને હપ્તો મળે છે કે કેમ? આવું પણ કહ્યું હતું.
આપણ વાચો: ‘મારી પાસે પૈસાની કોઈ કમી નથી…’ નીતિન ગડકરીએ જાહેરમાં આવું કેમ કહ્યું?
કોન્ટ્રાક્ટરો સરખી રીતે કામ કરે છે કે નહીં તે દેખવાની જવાબદારી કોની?
રોડ અને રસ્તાનું કામ જે તે અધિકારીને કરવાાનું હોય તેને તેમાં પૂરતુ ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સરખી રીતે કામ કરવામાં આવે છે કે, નહીં તે મામલે પણ ધ્યાન રાખવાનું કામ જે તે અધિકારીનું હોય છે. રોડ-રસ્તા ખરાબ છે તેનો મતલબ કે, જે તે જવાબદાર અધિકારીઓ પોતાનું કામ સરખી રીતે નથી કરતા અથવા તો ભ્રષ્ટાચાર કરે છે તેવું સાબિત થાય છે.
રોડનું સમારકામ કરાયું પરંતુ વરસાદના કારણે ધોવાઈ ગયો
મળતી જાણકારી પ્રમાણે 25 ઓક્ટોબરના રોજ નીતિન ગડકરીએ તેમના પરિવાર સાથે સતપુરા વાઘ અભયારણ્યની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેઓ બેતુલ-ઇટારસી હાઇવે પરથી પસાર થયા હતા. અધિકારીઓને આ વાતની જાણ પહેલાથી જ થઈ ગઈ હતી.
જેથી રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે રોડ ધોવાઈ ગયો હતો. નીતિન ગડકરીનો ગુસ્સો ફક્ત એક પ્રકોપ નહોતો, પરંતુ તે વાસ્તવિકતાનું પ્રતિબિંબ હતું જેનો લોકો વર્ષોથી સામનો કરી રહ્યા છે.



