નેશનલ

‘મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી, મેં તેને ફગાવી દીધી’, નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે એક વગદાર રાજકીય નેતા દ્વારા તેમને વડાપ્રધાન બનવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે ઠુકરાવી દીધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા શનિવારે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં પત્રકારત્વ પુરસ્કાર સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “મને એક ઘટના યાદ છે. હું તે વ્યક્તિનું નામ નહીં લઉં, પરંતુ તેણે મને કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનવા માંગો છો તો અમે તમને સમર્થન આપીશું.

ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે આ ઓફરને એમ કહીને નકારી કાઢી હતી, કે તેઓ આવી મહત્વાકાંક્ષાઓ ધરાવતા નથી. ગડકરીએ એમ પણ જણાવ્યું હતું કે, ,તેમણે સવાલ પૂછ્યો હતો કે તમારે શા માટે મને ટેકો આપવો જોઈએ અને હું શા માટે તમારો ટેકો લઉં? વડા પ્રધાન બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારા વિશ્વાસ અને મારા સંગઠનને વફાદાર છું અને હું કોઈપણ પદ માટે સમાધાન કરીશ નહીં. કારણ કે મારી શ્રદ્ધા મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.”

નીતિન ગડકરીનું નામ 2024 અને 2019 બંને લોકસભા ચૂંટણી દરમિયાન સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચર્ચામાં આવ્યું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા એક સર્વેમાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બાદ ગડકરી વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સફળ બનાવવા માટે સૌથી યોગ્ય નેતા તરીકે ત્રીજા ક્રમે આવતા હતા. ગડકરીના વડા પ્રધાનપદની ચર્ચાઓ 2019માં પણ સપાટી પર આવી હતી , ત્યારે ગડકરીએ તેને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે “ભારતનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ હાથમાં છે.”

“અમે બધા તેમની પીએમ મોદીની પાછળ તેમને સમર્થન આપવા ઊભા જ છીએ. તેમના વિઝનને પરિપૂર્ણ કરવા માટે હું એક અન્ય કાર્યકર છું. મારા PM બનવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? હું PM બનવાની રેસમાં નથી. હું આ સ્વપ્ન જોતો નથી, એમ ગડકરીએ માર્ચ 2019માં કહ્યું હતું.

નોંધનીય છે કે ગડકરી ત્રણ વખત નાગપુરથી લોકસભા સીટ જીતી ચૂક્યા છે. તેઓ ભાજપમાં એક અગ્રણી વ્યક્તિ છે અને તેમને આરએસએસનું મજબૂત સમર્થન છે. તેઓ હાલમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે સૌથી વધુ સમય સુધી સેવા આપતા કેન્દ્રીય પ્રધાન છે. તેમણે દસ વર્ષથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યું છે. તેઓ 2009 થી 2013 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા.

Also Read –

Show More

Related Articles

Back to top button
પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?