ટોપ ન્યૂઝનેશનલ

“મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ….” નીતિન ગડકરીએ કેમ કરી આવી વાત?

નવી દિલ્હી: સ્પષ્ટવક્તા કે આખાબોલાની છાપથી જાણીતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે તેઓ જાહેર ચર્ચામાં જાતિ અને ધર્મને લાવતા નથી. તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે લોકો સમાજની સેવાને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે. પોતાના ચૂંટણી પ્રચારનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું, “જો કરેગાજાત કી બાત, ઉસકો મારુંગા લાત.” ગડકરીએ એમ પણ કહ્યું કે ચૂંટણી હારવા હોય કે મંત્રી પદ ગુમાવવાની ચિંતા કર્યા વિના આ વિચારને અમલમાં રાખ્યો છે.

Also read : જયરામ રમેશે GST 2.0 નો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યો કટાક્ષ, કહ્યું- પોપકોર્ન બાદ ડોનટ પર પડી અસર…

ભલે હું ચૂંટણી હારી જાઉં કે મંત્રી પદ ન મળે
નીતિન ગડકરીએ દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં કહ્યું, “આપણે ક્યારેય આ બાબતો (જાતિ-ધર્મ) પર ભેદભાવ કરતા નથી. હું રાજકારણમાં છું અને અહીં ઘણું બધું કહેવામાં આવે છે. પરંતુ મેં નક્કી કર્યું છે કે હું મારી રીતે કામ કરીશ અને હું એ નહિ વિચારું કે મને કોણ મત આપશે.” તેમણે આગળ કહ્યું, “મારા મિત્રોએ કહ્યું હતું કે તમારે આ ન કહેવું જોઈએ, પરંતુ મેં જીવનમાં આ સિદ્ધાંત અપનાવવાનું નક્કી કર્યું હતું. ભલે હું ચૂંટણી હારી જાઉં કે મંત્રી પદ ન મળે, મને કોઈ ફરક પડશે નહીં.”

મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ
તેમણે યાદ કરતાં કહ્યું હતું કે જ્યારે તેઓ વિધાન સભ્ય હતા, ત્યારે તેમણે અંજુમન-એ-ઇસ્લામ સંસ્થાન (નાગપુર) એન્જિનિયરિંગ કોલેજને મંજૂરી આપી હતી. તેમને લાગ્યું કે તેને તેની વધુ જરૂર છે. તેમણે કહ્યું, “જો મુસ્લિમ સમુદાયમાંથી વધુ એન્જિનિયરો, IPS અને IAS અધિકારીઓ બહાર આવશે, તો બધા માટે વિકાસ થશે. આપણી પાસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે.”

Also read: હરિયાણામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, ઘટનાનું કારણ આવ્યું સામે…

શિક્ષણની શક્તિ
નીતિન ગડકરીએ કહ્યું, “આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન-એ-ઇસ્લામના નેજા હેઠળ એન્જિનિયર બન્યા છે. જો તેમને ભણવાની તક ન મળી હોત તો કંઈ થયું ન હોત. આ શિક્ષણની શક્તિ છે. તે જીવન અને સમુદાયોને બદલી શકે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button