નેશનલમહારાષ્ટ્ર

“હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા

નાગપુરઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી બિન્દાસ બોલવા માટે જાણીતા છે. તેમને કોઈ પણ વાત સીધી જ કહેવાની આદત છે, જેને કારણે તેઓ હંમેશા સમાચારોમાં રહે છે, હાલમાં પણ તેમણે એવું નિવેદન આપ્યું છે જેને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે, તેમણે હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે શિવસેના અને ભાજપ ગઠબંધનની સરકાર હતી ત્યારે સરકારી સરકારી અધિકારીઓ બરાબર કામ ન કરતા હતા ત્યારે મેં એવા અધિકારીઓને ધમકી આપી હતી અને એમને જણાવ્યું હતું કે, ‘હું એક વખત નક્સલવાદી હતો અને નક્સલ આંદોલનમાં ભાગ લેતો હતો. હવે મને ફરીથી નક્સલવાદી બનવા માટે ના પ્રેરો. જો હું નક્સલવાદી આંદોલનમાં જોડાઈશ તો તમને ગોળી મારી દઈશ.’ તેઓ રવિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

આ સભામાં ભાષણ આપતી વખતે તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન જ્યારે મનોહર જોશી હતા તે વખતનો એક કિસ્સો જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘તે વખતે ડો. એલેકઝાન્ડર મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા અને હું બાઈક ઉપર મેલઘાટના ગામડાઓમાં ફરતો હતો. ત્યાંના રસ્તાઓની હાલત ઘણી ખરાબ હતી. તેમ છતાં વન વિભાગના અધિકારીઓ રસ્તા બનાવવાની કામગીરી કરતા ન હતા. તે સમયે મેં તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશી ને વાત કરી અને તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી તેમને આ અંગે જાણકારી આપી હતી.

મુખ્ય પ્રધાને તેમને જણાવ્યું હતું કે, મેલઘાટ વિસ્તારમાં નાના બાળકો કુપોષણથી મરી રહ્યા છે અને તમે લોકોને કામ આપી રહ્યા નથી. તો તેમને ઘર ચલાવવા માટે પૈસા કેવી રીતે મળશે. તમે કેમ આ બાબત પર ધ્યાન આપતા નથી અને રસ્તા બનાવવાની મંજૂરી કેમ આપતા નથી. તે સમયે મેં મનોહર જોશીને કહ્યું હતું કે તમે આ મામલો મારા પર છોડી દો અને મારે તેમની સાથે કેવી રીતે વર્તવું તે હું જોઈ લઇશ.

| Also Read: મસાલા ખાઈને રસ્તા પણ થૂંકે તેની તસવીર અખબારમાં છાપવી જોઈએ: Nitin Gadkari: “હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા

મેં વન વિભાગના અધિકારીઓને બોલાવ્યા અને તેમને જણાવ્યું કે, ‘જુઓ હું મારી યુવાનીમાં નક્સલવાદી ચળવળમાં હતો. હું ભૂલથી રાજકારણમાં આવી ગયો છું, પણ હવે જો હું નક્સલવાદી ચળવળમાં પાછો પહોંચી જઈશ તો તમને બધાને ગોળીઓ માર્યા વિના નહીં રહું. તે પછી મેં વન વિભાગના અધિકારીઓ સાથે શું કર્યું તે હું અહીંયા જણાવી શકું નહીં પરંતુ આ ઘટના બાદ મેલઘાટમાં રોડનું કામ પૂરું થયું હતું.’

આ પ્રસંગે બોલતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજનીતિમાં સારા માણસનું કોઈ સન્માન નથી અને ખરાબ માણસને કોઈ સજા થતી નથી. સરકારી પ્રક્રિયામાં કોઈપણ અધિકારીઓને સજા કરવી હોય તો તે ઘણું જ મુશ્કેલ કામ છે. એક વ્યક્તિ ફાઈલ પર સાઈન કરે છે પણ ફાઇલ આગળ વધતી જ નથી.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો હવાલો માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીને સોંપવામાં આવ્યો છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker