સુપ્રીમ કોર્ટ મુદ્દે નિવેદન આપીને નિશિકાંત દુબે મુશ્કેલીમાં ફસાયા, કોર્ટના તિરસ્કાર કરવા બદલ કાર્યવાહી કરવાની માગણી

નવી દિલ્હી: ગઇકાલે સુપ્રીમ કોર્ટ પર કરવામા આવેલી વિવાદિત ટિપ્પણીને મુદ્દે હવે ભાજપના સાસંદ નિશિકાંત દુબે ફસાયા છે. નિશિકાંત દુબે વિરુદ્ધ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવા માટે એટર્ની જનરલને એક અરજી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના એક એડવોકેટ-ઓન-રેકોર્ડે એટર્ની જનરલને પત્ર લખીને ‘અદાલતના તિરસ્કારની કાર્યવાહી’ શરૂ કરવાની પરવાનગી માંગી છે.
તિરસ્કારની કાર્યવાહી માટે એટર્ની જનરલને પત્ર
ઝારખંડથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવા માટે એટર્ની જનરલને એક અરજી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના એક એડવોકેટ-ઓન-રેકોર્ડે એટર્ની જનરલને પત્ર લખીને તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી માંગી છે.
કાયદા મુજબ, 1971ના કોર્ટના તિરસ્કાર અધિનિયમની કલમ 15 B હેઠળ, કોઈ વ્યક્તિ સામે સુપ્રીમ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ત્યારે જ શરૂ કરી શકાય છે જો એટર્ની જનરલ અથવા સોલિસિટર જનરલ તેની પરવાનગી આપે.
આપણ વાંચો: ઘાયલ થયા પ્રતાપ સારંગી તો ગુસ્સે થયા નિશિકાંત દુબે, જાણો રાહુલ ગાંધીને શું બોલ્યા
શું કહ્યું પત્રમાં?
એટર્ની જનરલને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે દુબેએ સુપ્રીમ કોર્ટ પર સંસદના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો અને અરાજકતા ફેલાવવાનો પણ આરોપ લગાવી રહ્યા છે. વકીલે લખ્યું છે કે, “કોઈપણ કાયદાની બંધારણીયતા તપાસવાની જવાબદારી બંધારણમાં સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે.
આગળ તેમણે કહ્યું છે કે નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર મંદિરોના કેસમાં પુરાવાઓ માંગવાનો અને મસ્જિદોને છૂટ આપવાનો આરોપ લગાવ્યો છે. આમ કહીને તેઓ સમાજમાં સાંપ્રદાયિક ધોરણે સુપ્રીમ કોર્ટ પ્રત્યે અવિશ્વાસ ફેલાવી રહ્યા છે.
આપણ વાંચો: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”
ભાજપે આ આરોપોથી હાથ ખંખેર્યા
ઉલ્લેખનીય છે કે સાસંદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓના મુદ્દે ભાજપે પોતાના હાથ ઊંચા કરી લીધા હતા. પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આ ટિપ્પણીઓને સાંસદોના અંગત વિચારો ગણાવીને ફગાવી દીધી હતી.
‘X’ પરની એક પોસ્ટમાં નડ્ડાએ કહ્યું, ભાજપને તેના સાંસદો નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા ન્યાયતંત્ર અને મુખ્ય ન્યાયાધીશ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. આ તેમની વ્યક્તિગત ટિપ્પણીઓ છે, પરંતુ ભાજપ ન તો તેમની સાથે સહમત છે અને ન તો ક્યારેય આવી ટિપ્પણીઓને સમર્થન આપે છે. ભાજપ આ આરોપોને સંપૂર્ણપણે નકારે છે.
આપણ વાંચો: ‘પૈસાના બદલે સવાલ’ મામલે મહુઆ મોઈત્રાએ CBIને મોકલ્યા જવાબ, નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ
શું આરોપો કર્યા છે નિશિકાંત દુબેએ?
વકફ મુદ્દે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટની સામે નારાજગી વ્યક્ત કરનારા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ANI સાથેની વાતચીતમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે માત્ર મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના જવાબદાર છે.
નિશિકાંત દુબેએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના સાસંદ નિશિકાંત દુબેએ શનિવારે સુપ્રીમ કોર્ટ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટે જ કાયદો બનાવવાનો હોય તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.