
વિશાખાપટ્ટનમ: બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ અંગે સતત મોટી જાહેરાતો કરી રહ્યા (Donald Trumps Tariff Plan) છે. કેનેડા, મેક્સિકો અને ચીનથી અમેરિકામાં આયાત થતા ઉત્પાદનો પર અલગ અલગ ટેરીફ રેટ્સ લાગુ થઇ ચુક્યા છે, ત્યારે ટ્રમ્પે ભારત, બ્રાઝીલ અને યુરોપિયન યુનિયનના દેશો પર પણ એપ્રિલ મહિનાથી ટેરીફ લાદવાની (US Tariff on India) જાહેરાત કરી છે, જેને કારણે આ દેશોની નિકાસ પર પ્રતિકુળ અસરો પડે તેવી શક્યતા છે. એવામાં ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમને (Nirmala Sitaraman) કહ્યું કે અમેરિકાના ટેરિફ સામે ભારત તેની નિકાસને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહ્યું છે.
પીયૂષ ગોયલ અમેરિકામાં:
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બજેટ અંગેના એક કાર્યક્રમમાં સંબોધન આપતા નિર્મલા સીતારમને કહ્યું કે જો અમેરિકા ટેરિફ લાદશે તો તેની અસર ભારત પર પડશે, પરંતુ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goyal) હાલમાં આ બાબતે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી રહ્યા છે. નિર્મલા સીતારમને કહ્યું કે ભારત તેની નિકાસને સુરક્ષિત રાખવા માટે અમેરિકા સાથે સતત ચર્ચા કરી રહ્યું છે.
નિર્મલા સીતારમને અમેરિકાના ટેરીફ સામે ભારતની યોજના અંગે જાણકરી આપી ન હતી. તેમણે કહ્યું કે ત ચાલી રહેલી વાટાઘાટોનું પરિણામ સ્પષ્ટ થયા પછી જ ભાર કોઈ નિર્ણય લેશે.
યુએસના અધિકારીઓ સાથે ચર્ચા:
નિર્મલા સીતારમને કહ્યું, “ટેરિફ વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ સતત વાત કરી રહ્યા છે. વાણિજ્ય પ્રધાન હાલ યુનાઈટેડ સ્ટેટ્સમાં છે, તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) સહિત યુનાઈટેડ સ્ટેટ્સના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ભારતના હિતો જાળવવા વાણિજ્ય મંત્રાલય અમેરિકા સાથેની વાટાઘાટોને કેવી રીતે હેન્ડલ કરે છે એ આપણે જોવાનું રહેશે.”
આ પણ વાંચો…કેજરીવાલના પેટ પ્રોજેક્ટ મહોલ્લા ક્લિનિકનું રેખા સરકારે કરી નાખ્યું ઑપરેશનઃ જાણો કારણ
ટ્રમ્પની જાહેરાત:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે 2જી એપ્રિલથી ભારત સહીત ઊંચા ટેરીફ વસુલતા તમામ દેશો સામે અમેરિકામાં રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પની જાહેરાત બાદ ભારતના નિકાસકરોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જો ટેરીફ લાગુ થશે યુએસ-ભારતના વેપારને ગંભીર અસર પહોંચી શકે છે. પરંતુ ભારતીય અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે ભારતને યુએસના ટેરિફમાંથી છૂટ મળી શકે છે, ટૂંક સમયમાં વેપાર કરાર પર સહમતી બની શકે છે.