સરકારે લોકસભામાં આઈટી બિલ પાછું ખેંચ્યું, હવે આ તારીખે ફરી રજૂ કરશે...

સરકારે લોકસભામાં આઈટી બિલ પાછું ખેંચ્યું, હવે આ તારીખે ફરી રજૂ કરશે…

નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં આવકવેરા બિલ, ૨૦૨૫ પાછું ખેંચ્યું હતું અને સરકાર સિલેક્ટ કમિટી દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને સમાવિષ્ટ કરીને કાયદાનું અપડેટેડ વર્ઝન ૧૧ ઓગસ્ટે રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આઇ-ટી બિલના અપડેટેડ વર્ઝનમાં સિલેક્ટ કમિટીની મોટાભાગની ભલામણોનો સમાવેશ કરવામાં આવશે. “બિલના બહુવિધ વર્ઝન દ્વારા મૂંઝવણ ટાળવા અને તમામ ફેરફારોને સમાવિષ્ટ કરીને આવકવેરા બિલનું નવું સ્પષ્ટ અને અપડેટેડ વર્ઝન સોમવારે ગૃહમાં વિચારણા માટે રજૂ કરવામાં આવશે,” એમ સૂત્રોએ જણાવ્યું હતું.

૧૩ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરાયેલા આવકવેરા બિલમાં અનેક ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. લોઅર હાઉસમાં રજૂ થયા પછી તરત જ, છ દાયકા જૂના આવકવેરા કાયદા, ૧૯૬૧નું સ્થાન લેનાર આ બિલને ચકાસણી માટે સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું હતું. ૩૧ સભ્યની સિલેક્ટ કમિટીએ બિલ પર કેટલાક સૂચનો કર્યા હતા.

તેઓએ નવા કાયદામાં ધાર્મિક-સહ-ધર્માદા ટ્રસ્ટોને આપવામાં આવેલા અનામી દાન પર કર મુક્તિ ચાલુ રાખવાની પણ તરફેણ કરી હતી, ઉપરાંત એવું પણ સૂચવ્યું હતું કે કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પછી પણ કોઈપણ દંડ ચૂકવ્યા વિના ટીડીએસ રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવામાં આવે.

નવા બિલમાં સરકારે નોન પ્રોફીટ સંસ્થાઓને સંપૂર્ણપણે ધાર્મિક ટ્રસ્ટો દ્વારા પ્રાપ્ત થતા અનામી દાન પર કરવેરાની મુક્તિ આપી છે. જો કે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા જેવા અન્ય સખાવતી કાર્યો ધરાવતા ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલા આવા દાન પર કાયદા મુજબ કર લાદવામાં આવશે.

આ પણ વાંચો…આઈટી બિલ 2025: સંસદીય સમિતિની મહત્વપૂર્ણ ભલામણો, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ અંગે સૂચનો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button